કેશોદના ટીટોડી ગામના ખેડૂતે કરી આફ્રિકાની જાતના મરચાની ખેતી, કિલોના મળે છે ૧૦૦૦ રૂપિયા
જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામના ભીમશીભાઈ છેલ્લા ઘણા વર્ષોથી લુપ્ત થયેલી વનસ્પતિઓની ખેતીનું કામ કરી રહ્યા છે. આ વાવેતરમાં તેમણે બ્લેક ચિલ્લીનું વાવેતર શરૂ કર્યું હતું, જેમાં તે સુરતથી તેમને આ વનસ્પતિના બીજ મળ્યા હતા અને વાવેતર કર્યા બાદ આજે સારું એવો મરચાનો ઉતારો તેમને મળી રહ્યો છે. ભીમસિંહ ભાઈ સુરતથી જ્યારે બી લાવ્યા ત્યારે તેમણે આ વનસ્પતિ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને તેમને ખ્યાલ પડ્યો કે, આ વનસ્પતિની જાત મૂળ આફ્રિકાના મલાલી શહેરની છે. મુખ્યત્વે નિગ્રો જાતિના લોકો તીખું ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે અને તે લોકો માને છે કે, સ્વાસ્થ્ય માટે તીખું ખૂબ જ જરૂરી છે. જવલ્લે જાેવા મળતી મરચાની આ જાતની ખેતી કરી ભીમશીભાઈ આજે સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.આ છોડની મુખ્ય ખાસિયત એ છે કે, આ છોડમાં ૭ થી ૮ના ઝૂમખાંમાં મરચાં આવે છે. સામાન્ય રીતે મરચાંના છોડમાં જુમખા નીચેના ભાગે લટકતા જાેવા મળતા હોય છે. આ છોડમાં ઉપરની બાજુ મરચાં ઉગે છે, જ્યારે મરચાને ચૂંટવામાં આવે છે. આ મરચાની ડાળખી વનસ્પતિ સાથે જ ચોંટેલી રહે છે, ફક્ત મરચું જ અલગ થાય છે. આ મરચાનો જ્યારે ઉગાવો થાય છે, ત્યારે આ મરચા પહેલા લાલ કલરના હોય છે. ત્યારબાદ તડકા બાદ કાળો કલર ધારણ કરે છે. આ મરચીને વધારે પ્રમાણમાં પાણીની કોઈ જરૂરિયાત રહેતી નથી. સામાન્ય રીતે પાણી આપતા યોગ્ય ઉગાવો થઈ શકે છે. આ મરચાંની ચટણી, બંગાળી દાળ , દાળ શાકમાં વઘારમાં ઉપયોગ કરવામાં આવે છે, આ મરચાંનો ઉપયોગ રસોઈમાં પણ સ્વાદની દૃષ્ટિએ ઉત્તમ ગણવામાં આવે છે.આ વનસ્પતિનું ઝાડ ચોમાસામાં વિકાસ વધે છે, તેને ચોમાસામાં પાણીની પૂર્તતા થતાં બેથી અઢી ઇંચનું મરચું થાય છે અને ઉતારો પણ ખૂબ જ વધી જાય છે.
Recent Comments