fbpx
ભાવનગર

કેશોદમાં ચાલી રહેલો આહીર સમાજનો સમુહ લગ્નોત્સવ સંપન્ન થયો

કેશોદ શ્રી આહીર યુવા મંચ દ્વારા ચાંદીગઢ પાટિયા નજીક સમાજવાડીમાં સમુહલગ્ન નું આયોજન કરાતાં મોટી સંખ્યામાં જાનૈયા માનૈયાઓનું આગમન થતાં ૩૫ વિઘા જમીન ટૂંકી પડી હતી. જેને લઈ હાઇવે પર વાહનો નો ની લાઇનો નજરે પડતી હતી. મંચના કાર્યકરો દ્વારા ૪૫ કન્યાઓને મળવા પાત્ર સાત ફેરા અને કુંવરબાઇ મામેરા ના સહાયના ફોર્મ ની કામગીરી લગ્નવિધી સમયે પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ તકે સમુહલગ્નમાં સેવા આપવા આવેલાં ૨૦ ગામના ૪૦૦ કાર્યકરોએ સેવા કરવાની સાથે સમાજને આર્થિક રીતે ઉપયોગમાં આવવાં રોકડ રકમ સહિત દાત્તાઓએ ૨૦ લાખ જેવી રકમનું રોકડ દાન કર્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સમાજને વ્યસન મુક્ત બનવા અને સમુહલગ્નમાં જાેડાવા યુવક – યુવતીના માતા પિતાએ આગળ આવવા અપીલ કરી હતી. અને લગ્નમાં જાેડાયેલ નવદંપત્તિઓને આર્શીવચન પાઠવ્યાં હતાં. આ સામાજીક કાર્યને પાર પાડવા યુવા મંચના પ્રમુખ રાજુભાઇ ભેડા નું મહત્વનું યોગદાન રહ્યું હતું. આ સમુહલગ્નમાં કેશોદ ના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ના ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ અમેરિકા સેરીટોસ સીટી ના મેયર નરેશભાઈ સોલંકી, ભીખુભાઈ વારોતરિયા, હીરાભાઈ જાેટવા સહિતના મહેમાનો, દાત્તાઓ હાજર રહ્યાં હતાં

Follow Me:

Related Posts