fbpx
અમરેલી

કે. કે. પારેખ કોમર્સ કોલેજ – અમરેલી ખાતે ‘નથીંગ લાઈક વોટીંગ’ સૂત્ર હેઠળ ‘મતદાર જાગૃતિ અભિયાન’નું આયોજન કરાયું. 

અમરેલી જીલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં અમરેલીના પ્રાંત અધિકારી  એમ. જે. નાકિયા, અમરેલીના મામલતદાર અધિકારી  એચ. આર. શાહ , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી  અજયભાઈ જોષી  અને નોડલ ઓફિસર  રિતેશભાઈ શિંગાળા અને  અજયભાઈ સોજીત્રાને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડો. એ. બી. ગોરવાડીયાએ કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં પ્રો. ડો. એ. બી. ગોરવાડીયાએ સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તે પછી, કે. કે. પારેખ કોમર્સ કોલેજ – અમરેલીના એફ. વાય. બી. બી. એ. ના વિદ્યાર્થીની માંજરીયા કેયાએ મતદાનનું મહત્વ અને યુવાનોએ તેમના મતદાનના અધિકારો વિશે કેમ જાગૃત હોવું જોઈએ તેના પર વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ નોડલ ઓફિસર રિતેશભાઈ શિંગાળાએ લોકશાહીમાં મતદાનનું મહત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમણે ચર્ચા કરી કે યુવાનો મતદાનમાં ભાગ લઈને લોકશાહીને બચાવવામાં કેવી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ત્યારબાદ નોડલ ઓફિસર  અજયભાઈ સોજીત્રાએ સરકાર દ્વારા મતદારને આપવામાં આવતી વિવિધ સુવિધાઓ અંગે વક્તવ્ય આપ્યું હતું. તેમણે નવા મતદારની નોંધણી, મતદારોના સરનામામાં ફેરફાર, મતદારોની વિગતોમાં સુધારો વગેરે માટેના વિવિધ ફોર્મ વિશે પણ માહિતી આપી હતી.

ત્યારબાદ પ્રાંત અધિકારી  એમ. જે. નાકિયાએ  વિદ્યાર્થીઓને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે મતદારોમાં જાગૃતિ વધારવા માટે સરકારની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. આ પ્રવચન બાદ વિદ્યાર્થીઓ અને મહાનુભાવોએ મતદાન માટે શપથ ગ્રહણ કર્યા હતા. અધિકારીઓએ ઈવીએમના લાઇવ ડેમોન્સ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરી હતી. વિદ્યાર્થીઓએ ઇવીએમ દ્વારા મતદાનની પ્રેક્ટિસ કરી હતી. એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. જે. એમ. તલાવિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. એમ. એમ. પટેલની આગેવાની હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો તેમ આઇક્યુએસી કો-ઓર્ડિનેટર પ્રો. ભારતીબેન ફિણવીયાએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts