અમરેલી સ્થિત કે.કે.પારેખ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ ખાતે વિવિધ સર્ટિફિકેટ કોર્સ શરુ છે. આ સર્ટિફિકેટ કોર્સમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની તા. આગામી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે. સંસ્થા દ્વારા ઈલે. એપ્લા. એન્ડ કોમ્પ્યુ. ટેક્નિશિયન, ઈલે.મોટર રીવાઈન્ડીંગ એન્ડ સર્વિસિંગ, વાયરમેન કોર્સનો સમયગાળો એક વર્ષનો છે. આ માટે શૈક્ષણિક લાયકાત ધો.૯ પાસ છે. આ ઉપરાંત ડેસ્કટોપ પબ્લીસિંગ કોર્સ માટે શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ અને કોર્સનો સમયગાળો એક વર્ષ છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ સંસ્થા ખાતે રુબરુ અરજીપત્રક ભરવું. વધુ માહિતી અને માર્ગદર્શન માટે ફોન નં. (૦૨૭૯૨) ૨૨૨૪૬૭ પર સંપર્ક કરવા કે.કે.પારેખ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટના આચાર્યશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
કે.કે.પારેખ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ, અમરેલીમાં વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં પ્રવેશ મેળવવાની અવધિ તા.૨૮ સપ્ટેમ્બર સુધી લંબાવાવમાં આવી


















Recent Comments