fbpx
અમરેલી

કોંગ્રેસના દિલ્હીમાં બેઠેલા મોવડી મંડળ ને હવે 75 વરસે ડહાપણની દાઢ ફૂટી હોય તેવું લાગે છે

સર્વમાન્ય,સર્વસ્વીકાર્ય,સર્વશ્રેષ્ઠ,સરળ,સાદા, સાલસ,સંતુષ્ઠ અને જેનામાં નામ એવાજ ગુણ છે, તેવા શક્તિસિંહજી ગોહિલ ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો પ્રમુખ પદનો કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો છે.
આ એક માત્ર એવા કોંગ્રેસી છે, જે ગમે તેવા વિપક્ષના વાવાઝોડામાં કોંગ્રેસ સાથે અને ગાંધી પરિવાર સાથે અડીખમ ઊભા રહ્યા છે. ગમે તે પ્રકારની લાલચ રૂપી લોલીપોપ પણ જેમને ડગાવી શકી નથી.
કોઈની પણ શેહશરમ રાખ્યા વગર હંમેશા સત્ય સાથે વળગી રહેનારા અને એક પણ જૂથવાદથી જોજન દૂર રહેલા આ વ્યક્તિની કાર્યશક્તિ અને પ્રમાણિકતામાં તો શંકાને સ્થાન નથી પરંતુ આખા ગુજરાતમાં પથરાયેલા જમાના નાં ખાધેલ જૂથવાદી કોંગી નેતાઓ જાહેરમાં તો સુફિયાણી વાતો કરશે, પણ પોતપોતાના ગ્રુપમાં, શું ખરેખર આ બાહોશ યુવા ક્ષત્રિય ની નેતાગીરી સ્વીકારશે. એક આખો વર્ગ જે હંમેશા પોતાના જ બંધુઓને દરેક સર્વોચ્ચ પદ, એ પછી રાજકીય હોય, સરકારી હોય કે સહકારી હોય ત્યાં બેસવાનો પોતાનો જન્મ સિદ્ધ અધિકાર માને છે. એમાંય ખાસ કરીને ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ માટે તો જાણે એલર્જી હોય તેવો એહસાસ થાય છે. એટલે જ ક્ષત્રિય આગેવાન, ગમે તેટલા સર્વોચ્ય પદ ને લાયક હોવા છતાં “B” ટીમ માં જ આખી કારકિર્દી સંતોષ માનવો પડે છે. આજે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની નાવ માં પ્રાદેશિક થી કેન્દ્રીય સ્તરે અનેક બાકોરા પડી ગયા છે ત્યારે હવે ભાથામાં રહેલુ છેલ્લું સર્વોચ્ય હથિયાર “બ્રહ્માસ્ત્ર”નો પ્રયોગ થયો છે. ત્યારે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના કાઠી ક્ષત્રિય દરબાર સમાજનાં યુવા અગ્રણી અને સૂર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક મંડળ ટ્રસ્ટ નાં મેનેજિંગ ટ્રસ્ટી તથા પત્રકાર સંઘ નાં અધ્યક્ષ પ્રતાપભાઇ ખુમાણ દ્વારા આ પસંદગીને બિરદાવવામાં આવી છે અને એક ક્ષત્રિય આગેવાનની ઉપર પ્રદેશ અધ્યક્ષ નો કળશ ઢોળવા બદલ કેન્દ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો….

Follow Me:

Related Posts