કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિદેશી દારૂ સાથેની બોટલોનો પર્દાફાશ કર્યો હતો. બે દિવસ પહેલા મોડી રાત્રે યુવાનોને સાથે રાખી બૂટલેગરને ઝડપી પાડયો હતો. વાહન સાથે બુટલેગરને ઝડપી પાડતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂબંધી મામલે ગૃહ વિભાગ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પોલીસ સ્ટેશનની અંદર જઈ કહ્યું હતું કે, પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી નથી જે દારૂ સાથે પકડાયા છે તેની જગ્યાએ જેઓ દારૂ પકડવામાં સામેલ હતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવો તેમણે આક્ષેપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે જો નિર્દોષ લોકો સામે પગલા લેવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના કોતરવાડામાં બુટલેગરને ત્યાં જઈ રેડ કરી હતી અને તેમની સાથે સામેલ કેટલાક લોકો પર સામેથી મુખ્યત્વે ફરિયાદ નોંધાવી છે. પરંતુ બુ તરફથી પણ લૂંટ કરાયાની અને તેને માર માર્યો હોવાના આક્ષેપો તેને લગાવ્યા છે. ત્યારે પોલીસ તરફથી બુટલેગર ની ફરિયાદ લેવામાં આવતાં સમગ્ર વિવાદ ગરમાયો હતો. પોલીસનું કહેવું છે કે આ બંને મામલે સામસામે ફરિયાદ થઈ છે જેથી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ને યોગ્ય તપાસ કરવામાં આવશે.
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જનતા રેડ કરી બનાસકાંઠામાં વિદેશી દારૂ ઝડપી પાડયો, મામલો ગરમાયો

Recent Comments