કોંગ્રેસના નવસારી લોકસભાના ઉમેદવારે ગાંધી વેશભૂષા ધારણ કરી નામાંકન ફોર્મ ભર્યુ
નવસારીમાં આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરતના ગાંધીવાદી પરિવારમાંથી આવતા નૈષધ દેસાઇને ઉમેદવારે બનાવવામાં આવ્યા છે. નૈષધ દેસાઇને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પીઢના ગણાતા ઉમેદવાર સી.આર પાટીલની વિરુધ્ધમાં ટીકીટ આપવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરતી વેળાએ તેઓ ગાંધીજીનો વેશ ધારણ કરી અહીં પહોંચ્યા હતા.
નૈષેધ દેસાઈએ ઉમેદવારી પત્ર ભરતા પહેલાં મૂડન કરાવ્યું હતું અને ગાંધીજીનો પહેરવેશ ધારણ કર્યો હતો. તેમણે ગાંધી વિચારધારાને અનુસરતા ધોતી-બંડી પહેરી હતી. તેમજ આ જ વેશભૂષામાં પ્રચાર કરવાનો ર્નિણય કર્યો હતો. જેને લઈને ભારે કુતુહુલ પણ સર્જાયું હતું. કારણ કે તેમણે કહ્યું કે મોદીની સલાહ અનુસાર હું જન્મથી ખાદી પહેરું છું.
નૈષધ દેસાઇએ કહ્યું હતું કે આ પહેરવેશ ધારણ કરવા પાછળ દિવ્ય કારણ છે. તેઓએ સ્વંત્રતા, સમાનતા પ્રસ્થાપિત કરવા, લોકતંત્ર સંવિધાનની સુરક્ષા કરવા તેમજ નવી પેઢીમાં મહાત્મા ગાંધીના વિચારો અને આદર્શોનો પ્રચાર-પ્રસાર કરવા માટે આ વેશ ધારણ કર્યો છે, ગાંધીના નમક સત્યાગ્રહને યાદ કરીને આવનારી સત્તાના આતંક સામે યુવા પેઢીને આંદોલન કરવાની પ્રેરણા આપવા તેમજ સત્યાગ્રહની પ્રેરણા આપવા માટે મેં આ ગાંધી વેશ ધારણ કર્યો છે. તેમજ આગામી ૭ તારીખે થનારા મતદાન સુધી મારો આ પહેરવેશ રહેશે.
Recent Comments