ગુજરાત

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી ના લડવાની જાહેરાત કરી

લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી માટે બેઠક કરી રહ્યાં છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી ના લડવાની જાહેરાત કરી છે. ભરતસિંહ સોલંકીએ ચૂંટણી ના લડવાની ઇચ્છા હાઇકમાન્ડને પણ જણાવી દીધી છે. ભરતસિંહ સોલંકીએ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી આણંદ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે.

ભરતસિંહ સોલંકી ૧૯૯૫માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ભરતસિંહ સોલંકી ૨૦૦૪ અને ૨૦૦૯માં આણંદથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીતીને સાંસદ બન્યા હતા. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (ઝ્રઈઝ્ર)ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ પર ચર્ચા માટે મહત્ત્વની બેઠક મળી હતી. ઝ્રઈઝ્રની આ બીજી બેઠકમાં ગુજરાત (૧૪), રાજસ્થાન (૧૩), મધ્ય પ્રદેશ (૧૬), આસામ (૧૪), ઉત્તરાખંડ (૫)ની લગભગ ૬૩ બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ ૩૯ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ચુકી છે. કોંગ્રેસની આ યાદીમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેટલાક સીનિયર નેતાઓના નામ સામેલ હતા. રાહુલ ગાંધી ફરી એક વખત કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે.

Related Posts