કોંગ્રેસના મહામંત્રીએ યાર્ડના ચેરમેન પર ખોટા આક્ષેપ કરતાં ચેરમેને મહામંત્રીને ગાળો ભાંડી
વિધાનસભાની ચુટણીના પડઘમ શરૂ થઈ ચુક્યા. હજુ ઉમેદવારો જાહેર થવાના બાકી છે ત્યાંજ સંવેદનશીલ ગણાતા ગોંડલમાં યુધ્ધના મંડાણ થયા હોય તેમ માર્કેટયાર્ડના ચેરમેને કોંગ્રેસી કાર્યકર્તાને બેફામ ગાળો ભાંડી ઘરે આવી જાનથી મારી નાખવાની લેખીત ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત મુજબ, શહેર કોંગ્રેસ મહામંત્રી ઘર્મેશભાઇ બુટાણીએ સીટી પીઆઈ સંગાડાને લેખીત ફરિયાદમાં જણાવ્યુ કે, તા. ૨૭ની સાંજે હું મુંબઈ હતો. ત્યારે મારા મોબાઈલ પર માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ ફોન કરી મને બેફામ બિભત્સ ગાળો આપી હતી. મારા ઘરે આવી મને મારી નાખશે તેવી ઘમકી આપી હતી. હું મુંબઈથી પરત થઈ આજે પોલીસમાં ફરિયાદ કરૂ છું.
પોલીસ મથકે હાજર શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયા, યતિષ દેસાઈ તથા દિનેશ પાતરે ઘટનાને વખોડી અલ્પેશ ઢોલરીયાની દાદાગીરી અંગે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. બીજી બાજુ ભાજપના દિગ્ગજ અગ્રણી અને યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યુ કે, ઘર્મેશભાઇ બુટાણીએ થોડા દિવસ પહેલા ફેસબુકમાં મારા વિરુધ્ધ પોસ્ટ મુકી કોરોના સમયે હું યાર્ડની એમ્બ્યુલન્સ લઈ ફરવા ગયાનો આક્ષેપ કર્યો હતો. મે તેને ફોન કર્યો હતો. વાસ્તવમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાને કોરોના હોવાથી તેમને એમ્બ્યુલન્સમાં લઇ વડોદરા ગયો હતો.અલબત્ત તેમણે ગાળો ભાંડી હોવાનું સ્વિકાર્યુ હતુ. બનાવના પગલે ગોંડલનો રાજકીય માહોલ ગરમાયો છે.
Recent Comments