fbpx
ગુજરાત

કોંગ્રેસના મોંઘવારીના વિરોધ પ્રદર્શનને અસફળ બનાવવાનો પ્રયાસ, પોલીસે રેલી ના યોજવા દીધી

વધતી મોંઘવારીના વિરોધ મામલે કોંગ્રેસ કાર્યાલયની બહાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહીતના નેતાઓ આ વિરોધમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા મોંઘવારી મામલે રેલી યોજવાની હતી પરંતુ પોલીસે આ રેલી યોજવા દિધી નહોતી.
આ મામલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે  પોલીસ પર આક્રાેસ કર્યાે હતો અને કાર્યાલયની બહાર જ ઉગ્ર િવરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામા આવ્યું હતું. 
પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના જગદિશ ઠાકોરે કહ્યું કે, સીઆર પાટીલ, હર્સ સંઘવીને ચેતવીએ છીએ કે આ તમારા અખતરા બંધ કરો. કોંગ્રેસની પ્રિમાઈસીસમાં કે કોંગ્રેસની મિલકમાં આવીને રૂમો ચેક કરવા, પોલીસ આવીને મહિલાઓ પર લાઠી ચાર્જ કરે આ ક્યાં સુધી યોગ્ય કહેવાય. પ્રધાનમંત્રી અને તમારા મુખ્યમંત્રી આવશે તો અમને પણ આ રીતે વિરોધ કરતા આવડે છે.
તમારી આ ગુંડાગિરી કરવાનું બંધ કરો આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. તેમ કહી જગદિશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કાયદેસરની ફરીયાદ આ મામલે જે કરવાની હશે તે કરીશું તેમ કોંગ્રેસ નેતા જગદિશ ઠાકોરે જણાવ્યું હતું. જો કે દેશભરમાં આ આંદોલન યોજવામાં આવ્યું હતુ.

Follow Me:

Related Posts