આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જવાનો સીલ સીલો ચાલી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે ત્યારે કેટલાક ધારાસભ્યો બીજેપીમાં સૌરાષ્ટ્ર લોબીમાંથી જોડાય તે પ્રકારની વાત સૂત્રોના હવાલેથી અગાઉ પણ આવી હતી ત્યારે ફરી એક વાત અેવી સામે આવી છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા આપ પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. આપ પાર્ટીમાં જોડાવું કે નહીં તેને લઈને તેમને સર્વે પણ શરૂ કરી દીધો હોવાની વાત સામે આવી છે.
ઈન્દ્રનિલ રાજ્યગુરુ આપ પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય છે અને કોંગ્રેસના પ્રદેશ નેતા પણ છે. કોંગ્રેસ દ્વારા જે પ્રદેશ માળખુ જાહેર થયું તેમાં સ્થાન કોંગ્રેસના અન્ય નેતાને મળતા તેઓ નારાજ છે. વિરોધ પક્ષના નેતાની વરણી થઈ છે જે બાબતને લઈને નારાજ હોવાની વાત સૂત્રાે પાસેથી મળી છે. જેથી તેઓ આપના નેતાઓના સંપર્કમાં અને આ અંગેનો સર્વે પણ તેઓ કરાવી રહ્યા છે. જો કે, બીજેપીમાં પણ જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
Recent Comments