રાષ્ટ્રીય

‘કોંગ્રેસના શહેઝાદામાંનવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી’: વડાપ્રધાન મોદી

કોંગ્રેસના રાજકુમારેક્ષત્રપતિશિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિને અપમાન કર્યુંલોકસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકમાં પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે એક જનસભ્ય ને સંબોધતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજકુમારેક્ષત્રપતિશિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિને અપમાન કર્યું છે. નોંધનિય છે કે, તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડનાસાંસદ રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે.

પી એમ મોદીએ કહી હતું કે, કોંગ્રેસેઆપણાં સ્વાતંત્ર્ય સંગ્રામને પણ તુષ્ટિકરણનાપરિપ્રેક્ષ્યમાંજલખાવ્યો છે. કોંગ્રેસના રાજકુમારેક્ષત્રપતિશિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે, તેમણે રાજાઓનું અપમાન કર્યું છે. ભારતમાં અત્યાચાર સુલતાનો, નિઝામો અને રાજાઓએ કર્યો હતો પરંતુ તમે રાજાઓનું અપમાન કરો છો. કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, તેઓ તેને સમર્થન આપતી પાર્ટી સાથે ગઠબંધન કરે છે. તેઓને ભારતના ભાગલામાં ભૂમિકા ભજવનારનવાબોને યાદ નથી આવતા, કોંગ્રેસના રાજકુમાર પાસે નવાબો સામે એક શબ્દ પણ બોલવાની તાકાત નથી. કોંગ્રેસના ઢંઢેરામાં પણ આ માનસિકતા દેખાઈ રહી છે. જ્યાં કોંગ્રેસ આવે છે ત્યાં વિકાસ અટકી જાય છે.વડાપ્રધાન મોદીએ વધુ માં કહ્યું હતું કે, કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, જેમણે આપણાં સેંકડો મંદિરોનેતોડ્યા અને અપવિત્ર કર્યા. કોંગ્રેસ ઔરંગઝેબના ગુણગાન ગાતી પાર્ટીઓ સાથે ખુશીથી ગઠબંધન કરે છે. આપણા તીર્થસ્થાનોનો નાશ કરનારા, લૂંટ અને ગાયોની હત્યા કરનારાઓને ભૂલી ગયા.

Related Posts