fbpx
ગુજરાત

કોંગ્રેસના સંગઠનમાં મોટાપાયે ફેરબદલનાં શક્તિસિંહ ગોહિલના સ્પષ્ટ સંકેત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી રવિવારે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના જન્મદિવસે સરદાર બાગથી પ્રદેશ કાર્યાલય સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોને કામે લાગી જવા આદેશ કરવામાં આવ્યા છે. હોદ્દા પર રહીને કામગીરી નહી કરે તો હોદ્દો લઈ લેવાશે. તેવા આકરા તેવર પણ શક્તિસિંહ ગોહિલે બતાવ્યા છે. લોકસભાની ૨૦૦૪ અને ૨૦૦૯ની ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ૨૬ બેઠક માથી ૧૫ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવા તરફ આગળ વધી રહયુ છે. ભાજપ સતત ત્રીજી વખત તમામ બેઠકો જીતવાનો ઇતિહાસ રચવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ ઉત્તર ગુજરાતની પાટણ સૌરાષ્ટ્રની અમરેલી, જામનગર અને મધ્ય ગુજરાતની ખેડા આણંદ ,પંચમહાલ તથા દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતની વલસાડ અને બારડોલીની બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

લોકસભાની ચૂંટણીને ધયાનમા રાખી સંગઠનમાં ફેરફાર કરવા છેલ્લે મળેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યો હતો. દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીનો આગામી રવિવારે જન્મદિવસ છે તે દિવસે સરદાર બાગ ખાતે આવેલી પ્રતિમાથી પાલડી સ્થિત પ્રદેશ કાર્યાલય સુધી યાત્રા કાઢવામાં આવશે.રાહુલ ગાંધી ગુજરાતથી પૂર્વ ભારત સુધીની યાત્રા કાઢવાના છે, તેની તારીખ હવે નજીકના ભવિષ્યના દિવસોમાં જાહેર કરવામાં આવશે કોંગ્રેસ તેની તૈયારીમાં લાગી ગયું છે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે હવે આકરા તેવર દેખાડ્યા છે જે લોકોએ કામ ન કરવું હોય તેઓને સંગઠન માથી ખસેડી દેવામા આવશે.તેવી ચીમકી પણ ઉચ્ચારી છે, આ સાથે તેમણે કહ્યું છે કે, સંગઠનમાં નેતાઓ નહીં પણ કાર્યકરોની જરૂરિયાત છે માટે કામ કરવા તૈયાર રહો. કોંગ્રેસના સંગઠનમાં મોટાપાયે ફેરબદલનાં શક્તિસિંહ ગોહિલના સ્પષ્ટ સંકેત છે. તેમજ આગામી ટૂંક સમયમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા આ મુદ્દે જાહેરાત પણ કરવામાં આવશે. હોદ્દા પર રહીને કામગીરી નહી કરે તો હોદ્દો લઈ લેવાશે. તેમજ ખાલી પડેલી તાલુકા-જીલ્લાની જગ્યાએ સત્વરે ભરવામાં આવશે. સંગઠનમાં આપેલી જવાબદારીનું મૂલ્યાંકન પણ કરાશે. કોંગ્રેસે ૨૦ ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા કરશે.

Follow Me:

Related Posts