સોશીયલ મીડીયામાં સસ્તી પ્રસિધ્ધી મેળવવા, આમ જનતાને ગુમરાહ કરવા તેમજ જોજનો દુર સત્તા દેખાતા કોંગ્રેસના સિનીયર નેતા, માજી સાંસદ અને લાઠી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંમરે દેશના વડાપ્રધાન માટે જે શબ્દ પ્રયોગ કર્યો તે શબ્દ લખવામાં પણ કલમ ધ્રુજી ઉઠે એવો શબ્દ પ્રયોગ કરીને સમગ્ર કોંગ્રેસની હલકી માનસીકતા પ્રસીધ્ધ કરી છે જે દેશ માટે આઘાત જનક ઘટના છે. અમરેલી કોંગ્રેસના સ્નેહ સંવાદ સંમેલન કાર્યક્રમમાં વિરજી ઠુંમરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને દલાલ અને ભવાયા કહી સમગ્ર ભારત દેશની જનતાનું અપમાન કરી, માફ ન કરી શકાય એવો વાણી વિલાસ કરી સસ્તી પ્રસિધ્ધી મેળવવાનો હિન પ્રયાસ કર્યો જે અંગેનો વિડીઓ વાયરલ થતા જનતા જનાર્દને વિરજી ઠુંમરના નિવેદનને કોંગ્રેસની સત્તા માટેની ભુખ ગણાવી કોમેન્ટમાં આડે હાથ લીધા છે, જે જનતા જનાર્દનમાં યશસ્વી વડાપ્રધાન પ્રત્યેની લાગણીનો પરીચય આપે છે. આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણી નજીક આવે અને કોંગ્રેસના સત્તા લાલચુ નેતાઓને સત્તા બહુ દુર દુર દેખાતા ગમે તેવા અપમાન જનક નિવેદનો કરી પોતાનો પડવા માટેનો ખાડો ખુદ તૈયાર કરી રહયા હોય એવુ સાબીત કરી બતાવે છે.
જેની માનસીક સ્થિતી ખરાબ હોય એવા લોકો પણ જે નિવેદનો ન કરી શકે એવા અભદ્ર નિવેદનો કરી કોંગ્રેસ તેમજ વિરોધ પક્ષના જેને આપણે સિનીયર ગણીયે છીએ એવા સત્તા લાલચુ નેતા પોતાનો રોટલો શેકવા અભદ્ર નિવેદનો કરી લાઇમ લાઇટમાં રહેવાનો પ્રયત્ન કરે છે જે સમગ્ર કોંગ્રેસ અને વિરોધ પક્ષ માટે શરમ જનક બાબત છે.
દેશની પ્રજા માંથી ફેંકાય ગયેલા કોંગ્રેસ અને સાથીપક્ષો કયારેક સનાતન ધર્મ, તો કયારેય વિદેશી ધરતી પર દેશનું અપમાન કરી રહયા છે, ભાન ભુલેલા કોંગ્રેસના નેતા જનનાયક નરેન્દ્ર મોદી માટે અપમાન જનક શબ્દો બોલી કોંગ્રેસના હાઇકમાન્ડને વ્હાલા થવા હવાતીયા મારી રહયા છે, પરંતુ બીજી બાજુ દેશની જનતાએ તેમની આ વિકૃત માનસીકતાને કારણે ”જનાધાર વિહોણા” કરી દિધા છે, જે તાજેતરની પાંચ રાજયની ચુંટણીએ બતાવી દિધુ છે, વળી ગુજરાતમાં સંપૂર્ણ હાર પામ્યા પછી વઘ્યા ઘટયા કોંગ્રેસના ધારાસભ્યો પોતાની જ પાર્ટીની આંતરીક લડાઇને કારણે ટપો ટપ રાજીનામા આપી રહયા છે ”તુટતી કોંગ્રેસ” પોતાના કરમની કઠણાઇથી તરફથી પ્રજાનું ઘ્યાન હટાવવા અભદ્ર શબ્દો દ્વારા ધર્મ, દેશ અને દેશના સંવૈધાનીક પદ પર બિરાજમાન નેતાઓનુ અપમાન કરી રહયા છે.



















Recent Comments