ગુજરાત

કોંગ્રેસની દિલ્હીમાં બેઠક પૂર્ણ : રાહુલ ગાંધી 6 એપ્રિલે ગુજરાત આવશે, આઝાદીના 75 વર્ષની શરૂઆતની ઉજવણી ગાંધીનગરથી થશે

ગુજરાત કોંગ્રેસના નેતાઓની મોટી બેઠક દિલ્હી ખાતે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોગ્રેસના મળખાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે પ્રભારી રધુ શર્માએ કહ્યું હતું કે,

રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના સંગઠનના માળખાને લઈને આઝાદીના 75 વર્ષની ઉજવણીની શરૂઆત ગુજરાથી થશે. 6 એપ્રિલે શરૂ થનાર યાત્રામાં રાહુલ ગાંધીને આવકરામાં આવ્યા છે.  રાહુલ ગાંધી ગુજરાત  6  એપ્રિલના રોજ આવશે.ગુજરાત કોગ્રેસના સરકારના માળખાને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તેનું તેમણે જણાવ્યું હતું. 

રઘુ શર્માએ કહ્યું કે, ગુજરાતમાં ત્યાં સરકાર જ નથી. 4 વર્ષ સરકાર જ નહોતી એટલા માટે સરકાર બદલવામાં આવી. ગુજરાતમાં સરકાર બદલી એનો મતલબ કંઈક ખોટું થયું છે. 
હેલ્થ, એજ્યુકેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો પ્રો મીડલ ક્લાસ પ્રો પુઅર નથી, 3 લાખ લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે. કોંગ્રેસ કોણ છોડશે એ વાતને લઈને ચર્ચા મૂકી છોડી દેવી જોઈએે. કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ આપ પાર્ટીને લઈને વાત કરતા કહ્યું કે, જેટલું આસાન છે તેટલું ગુજરાત તેમના માટે ઈઝી નથી. ગુજરાતની પરિસ્થિતિ અલગ છે. ગોવા, યુપીમાં આપ સફળ કેમ નથી થઈ. આ ઉપરાંત તેમને આજની બેઠકના એજન્ડા પર પણ ચર્ચા કરી હતી.

Related Posts