કોંગ્રેસની સરકાર બનશે તો દરેક ઘરમાં સરકારી નોકરી કરતો યુવાન હશે- જગદીશ ઠાકોર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસની સરકાર બનશે તો દરેક ઘરમાં સરકારી નોકરી કરતો યુવાન હશે તેવી વાત કરી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી રહ્યા છે જેને કારણે સત્તા પક્ષ સામે વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યુ છે. રાજ્યમાં બેરોજગારોની સંખ્યા વધી રહી છે ત્યારે કોંગ્રેસે યુવાઓને આકર્ષવા માટે સરકારી નોકરીની ઓફર કરી છે.
કોંગ્રેસ સત્તામાં આવશે તો 2 લાખ બેરોજગારોને સરકારી નોકરી આપશે
જગદીશ ઠાકોરે ચાણસ્મામાં યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં કહ્યુ કે, કોંગ્રેસ ચૂંટણી જીતશે તો 2 લાખ બેરોજગારોને સરકારી નોકરી આપશે. સાથે જ કહ્યુ કે ઉત્તર ગુજરાતની પાંચ નદીઓ પર 100 કરોડના ખર્ચે ડેમ બનાવી નવપલ્લવિત કરાશે અને ગેસનો બાટલો 500થી વધવા નહી દઇએ.
કોણ છે જગદીશ ઠાકોર?
જગદીશ ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે. ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યને પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.
Recent Comments