કોંગ્રેસને સરદાર પટેલ પછી ગાંધીજીને ગુમાવવાનો વારો આવ્યો કે શું…..?
દેશમાં કોરોના કેસોમાં ઝડપી ઉછાળો આવ્યો છે તે સાથે ગુજરાતમાં પણ કોરોના કેસો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આવ્યા બાદ વધવા લાગ્યા છે.આવાઙ સમયમાં જ કોંગ્રેસના રાજ્ય નેતાગણ માંથી અનેકોએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામા આપી દીધા છે. બીજી તરફ અમદાવાદ ગાંધી આશ્રમને સજી-ધજીને ભવ્યાતિભવ્ય બનાવવા સરકાર દ્વારા આયોજન કરીને તેનો અમલ શરૂ કરાવી કોંગ્રેસ પાસેથી દાંડીયાત્રા આંચકી લઈને ભાજપના સાંસદની આગેવાનીમાં ભારે જાકમજાેળ વચ્ચે ૮૧ લોકો સાથેની દાંડીયાત્રાને વડાપ્રધાન શ્રી મોદીજીએ પ્રસ્થાન કરાવી ને એક નવો ચીલો ચાતર્યો છે. તો તેઓએ પંડિત જવાહરલાલ નેહરુના વખાણ કરીને કોંગ્રેસ સહિત પોતાના પક્ષ તથા અન્ય રાજકીય પક્ષોને આશ્ચર્ય સાથે વિટંબણામાં મુકી દીધા છે. આ કારણે રાજકીય ક્ષેત્રે સવાલી ચર્ચા ઉઠી છે કે મોદીજી કયા માર્ગે જઈ રહ્યા છે….? તે સમજાતું નથી. ગાંધીજીએ ૧૯૩૦માં મીઠાના ભાવોના મુદ્દે સાદગી સભર દાંડી યાત્રા યોજી હતી જેમાં લોકો સ્વયંભુ જાેડાયા હતા. તે સમયમાં યાત્રા શરૂ થતાં પહેલાં અંગ્રેજ શાસકોએ સરદાર પટેલની ધરપકડ કરી હતી… જાે ગાંધીજીની ધરપકડ કરી હોત તો દાંડીયાત્રા સફળ થઈ હોત કે કેમ તે સવાલ હતો. પરંતુ અંગ્રેજાેએ મોટી ભૂલ કરી સરદાર પટેલની ધરપકડ કરીને…. દાંડી યાત્રા સફળ થઈ તે સાથે તેના પડઘા વિશ્વભરમાં પડ્યા હતા. દાંડી યાત્રાના ૯૧ વર્ષ બાદ ભાજપા દ્વારા શરૂ કરવામાં આવેલી ૮૧ લોકો સાથેની દાંડીયાત્રાને ભારે ધામધૂમ વચ્ચે આશ્રમ તથા દાંડી યાત્રા રૂટમા બ્રિજ વગેરેથી લઈને ભવ્ય લાઈટીગથી જાકમજાેળ કરીને પ્રસ્થાન કરાવ્યું પરંતુ આ દાંડી યાત્રાનો મકસદ-મુદ્દો શું….?જ્યારે કે ગાંધીજીની દાંડી યાત્રા શાન્તિથી કોઈપણ મોટા દેખાડા વગર સાદગી સભર રીતે પ્રારંભ થઇ હતી. દાંડી યાત્રામાં જાેડાનાર માટે સાદુ ભોજન તથા સાદગી સહિતના નિયમો ફરજિયાત હતા. અને તાજેતરની દાંડી યાત્રા ભારે ઝાકમઝોળ વચ્ચે નિકળી….હાલમા મીઠાનો ભાવ કિલોના રૂપિયા ૨૦ થી ૫૦ છે અને એ પણ બ્રાન્ડેડ. છતાં દાંડી યાત્રા શરૂ થતાં પહેલાં કેટલાક કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી એ કેટલાકને નજર કેદ કરી લેવામાં આવ્યા હતા જેથી કોંગ્રેસ દાંડી યાત્રા કાઢી ન શકે… અને થયું પણ એમજ…..!“ વડાપ્રધાન મોદીજીએ કોંગ્રેસનો સફાયો કરવાનો ર્નિણય કર્યો છે. જેમાં પ્રથમ ઘા તેમણે કોંગ્રેસ પાસેથી સરદાર પટેલ છીનવીને લઈ લીધો છે માટે કોંગ્રેસનો વિરોધ છતાં કોંગ્રેસ નેતાગણ હાથ ઘસતા રહી ગયા. ત્યાર બાદ ગાંધીજીના ચશ્મા કોંગ્રેસ પાસેથી છીનવી લઇને સ્વચ્છતા અભિયાનમાં સિમ્બોલ બનાવી દીધું. કોંગ્રેસ સમસમી ગઈ પરંતુ વિરોધ કરે તો કઈ રીતે કરે….. કારણ ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. પરિણામે કોંગ્રેસને મૌન ધારણ કર્યા સિવાય કોઈ રસ્તો રહ્યો ન હતો. બીજી તરફ મોદીજીના ચક્રવ્યૂહમાં કોંગ્રેસના અનેક નેતાઓ પણ બરાબર ફસાતા ગયા અને કોંગ્રેસ ટોપી ઉતારીને ભાજપમાં જાેડાવા લાગ્યા તે સાથે કોંગ્રેસમાં આંતરિક ખેચમતાણી આને હુસાતુસી પણ શરૂ થઈ ગઈ છે તો રાહુલ ગાંધીની વ્યુહરચના એ પણ કોંગ્રેસમાં બઘડાટી વધારી દીધી છે અને હાલના સમયમાં ફરી એકવાર કોંગ્રેસના ભાગલા પડી જાય તેવી સ્થિતિ બનવા જઈ રહી છે. આવા સમયે ગુજરાતમાં મંદગતિએ ચૂંટણીઓ બાદ વધી રહેલા કોરોના કેસો વચ્ચે સરકાર દ્વારા દાંડી યાત્રા નીકળી છે. જ્યારે કે રાજ્યમાં કોંગ્રેસનો સફાયો થઇ જાય તેવી હાર મળી છે. હાર મળવાને કારણે કોંગ્રેસમાં આંતરિક મંથન-હાર થવા માટેના કારણો શોધવાનું શરૂ થઈ ગયું છે. તો દિલ્હી ખાતે ગુજરાતમાથી આવેલા કોંગ્રેસ નેતાઓના રાજીનામા સ્વીકારી અન્યોને જે તે પદની જવાબદારી સોંપવા મથામણ ચાલી રહી છે પરંતુ કોંગ્રેસની આંતરિક ખેચતાણ-જૂથબંધીને કારણે ર્નિણય લેવામાં સમયની બરબાદી થઈ રહી છે… પછી કોંગ્રેસને ગાંધીજી ગુમાવવાજ પડેને….! અને હવે કોંગ્રેસે જવાલાલ નેહરૂ ગુમાવવા તૈયાર રહેવું પડશે…..! કારણ મોદીજીએ પોતાના ભાષણમાં જવાહરલાલ નહેરૂના વખાણ કરી માર્મીક ઈશારો આપી દીધો લાગે છે…..!! વંદે માતરમ્
Recent Comments