કોંગ્રેસમાંથી પક્ષ પલ્ટો કરીને આવેલ 3 આગેવાનોનાં ધર્મપત્નિને ભાજપે ઉમેદવાર બનાવતાં પાયાનાં કાર્યકરોમાં કચવાટ
અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી ભાજપે મોડી સાંજે 30 ઉમેદવારોની યાદી જાહેર કરેલ છે. ચિતલ, વંડા, ગાધકડા અને જુના વાઘણીયા બેઠકનાં ઉમેદવારોનાં નામ આગામી કલાકોમાં જાહેર કરાશે.
કોંગ્રેસમાંથી પક્ષ પલ્ટો કરીને આવેલ 3 આગેવાનોનાં ધર્મપત્નિને ભાજપે ઉમેદવાર બનાવતાં પાયાનાં કાર્યકરોમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ જનક તળાવીયાનાં ધર્મપત્નિ શિલ્પાબેનને લાઠીની આંબરડી બેઠકનાં ઉમેદવાર બનાવાયા તો લાલજીભાઈ મોરનાં ધર્મપત્નિ શારદાબેનને વીજપડી બેઠકનાં ઉમેદવાર તો કોંગ્રેસનાં જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય દેવજીભાઈ પડશાલાનાં ધર્મપત્નિ અંજવાળીબેનને ટીંબી બેઠકનાં ઉમેદવાર બનાવવામાં આવેલ છે.
આજે જાહેર થયેલ યાદીમાં કેરિયાનાગસમાટે મુકેશ બગડા, મોટા આંકડીયા માટે કૈલાશબેન માંગરોળીયા, વાંકીયા માટે રમાબેન મહિડા સહિતનો સમાવેશ કરાયો છે. તો ચાવંડ બેઠક પરથી કંચનબેન જીતુભાઈ ડેર, ક્રાંકચ પર વિપુલ દુધાત, વડિયા માટે વિપુલ ટાંક, ધારગણી માટે મુકતાબેન મનસુખભાઈ ભુવા સહિતનાં 30 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
Recent Comments