કોંગ્રેસમાં ડખ્ખાઃ ઉપપ્રમુખ પદ પરથી નિખિલ સવાણીને સસ્પેન્ડ કરાયો
ગુજરાત યુથ કોંગ્રેસ પ્રભારી હેમંત ઓગલેએ કોંગ્રસના ઉપપ્રમુખ પદ પરથી નિખિલ સવાણીને ડિસમિસ કરાયો છે. ગૂજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી નિખિલ સવાણીને ડિસમિસ થતા ભારે ચર્ચા શરૂ થઈ છે. બે દિવસ પહેલા યુથ કોંગ્રેસની બેઠકમાં હોબાળો થતા પ્રદેશના નેતાઓ દ્વારા આ ર્નિણય લેવાયો છે.
તાજેતરની યૂથ કોંગ્રેસની બેઠકમાં થયેલા હોબાળા બાદ એક તરફ પક્ષ દ્વારા નિખિલ સવાણીને યૂથ કોંગ્રસના ઉપપ્રમુખ પદ પરથી નિખિલ સવાણીને ડિસમિસ કરાયો છે. તો બીજી તરફ, તેમના પક્ષમાંથી રાજીનામાના સમાચાર આવ્યા છે. એક સમયે પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા નિખિલ સવાણી કોંગ્રેસ સાથે છેડો ફાડશે. અગાઉ તેઓ ભાજપમાં જાેડાયા હતા. પરંતુ વિખવાદ બાદ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જાેડાયા હતા.
મંગળવારના રોજ યૂથ કોંગ્રેસની બેઠકમાં ચૂંટણીમાં ઉંમરને લઈને હોબાળો થયો હતો. આ બેઠકમાં પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર હતા. તેમજ ઈન્ડિયન યૂથ કોંગ્રેસના ઇન્ચાર્જ પણ હાજર હતા. આ ચર્ચામાં બે જુથ સામ સામે આવ્યા હતા.
ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવાનું કાવતરું છે. કોંગ્રેસના જ નેતાઓ હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ નિખિલ સવાણીએ ચોકવનારું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલને કોંગ્રેસમાં વારંવાર અપમાનિત કરવામાં આવે છે, તેમ નિખિલે કહ્યું હતું.
Recent Comments