કોંગ્રેસીઓ ભાજપમાં જાેડાવાથી કોંગ્રેસ નેતા મનીષ તિવારી લાલઘૂમ
ભાજપ માં જાેડાવાના મામલે કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું કે, અમે કોંગ્રેસ પાર્ટી નહીં છોડીએ પરંતુ જાે કોઈ મને પાર્ટીમાંથી બહાર ફેંકવા માંગે છે તો તે અલગ વાત છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારા વિશે મોટી અફવાઓ ઉડી રહી છે કે તમે પણ ભાજપમાં જાેડાઈ જશો. જવાબમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘અમે કોંગ્રેસ પાર્ટીમાં થોડા ભાડુઆત છીએ, અમે શેરહોલ્ડર છીએ. જાે કોઈ તેને બહાર ધકેલવા માંગે છે, તો તે બીજી બાબત છે. અમે અમારા જીવનના ૪૦ વર્ષ આ પાર્ટીને આપ્યા છે. અમારા પરિવારે આ દેશની એકતા અને અખંડિતતા માટે લોહી વહાવ્યું છે. અમે વૈચારિક રાજનીતિમાં માનીએ છીએ.’ પંજાબના પૂર્વ સાંસદ અશ્વિની કુમારના રાજીનામા બાદ કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર આંતરિક વિખવાદ વધી ગયો છે. પંજાબના નેતાઓ સહિત ય્૨૩ જૂથે ચિંતા વ્યક્ત કરી છે.
ઉપરાંત મનીષ તિવારીએ પણ તેને ખૂબ જ દુઃખની વાત ગણાવી હતી. કોંગ્રેસ પાર્ટી પર સવાલ ઉઠાવતા તિવારીએ કહ્યુ કે, ‘ દુર્ભાગ્યપૂર્ણ છે કે અશ્વિની કુમારને આ ર્નિણય લેવાની ફરજ પડી હતી.’ વધુમાં તેમણે કહ્યું કે ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના રાજીનામા પત્રમાં જે લખ્યું છે તેમાં થોડું સત્ય હોઈ શકે છે અને ૨૦૨૦ માં ય્૨૩ નેતાઓએ પણ આ જ ચિંતા વ્યક્ત કરી હતી. અશ્વિની કુમારે કોંગ્રેસ સાથેના દાયકાઓ જૂના સંબંધોને સમાપ્ત કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ હતુ કે, પાર્ટીમાંથી વરિષ્ઠ નેતાઓનું બહાર નીકળવું એ ચિંતાનો વિષય છે.
Recent Comments