કોંગ્રેસે અમિત શાહ વિરુદ્ધ ચૂંટણી પંચમાં નોંધાવાઈ ફરિયાદછત્તીસગઢ કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરીઝ્રસ્ બઘેલ પરના નિવેદનથી છત્તીસગઢનું રાજકારણ ગરમાયું
છત્તીસગઢ કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. પાર્ટીએ શાહ પર છત્તીસગઢમાં સાંપ્રદાયિક હિંસાને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે અમીત શાહે ચૂંટણીના ભાજપને ફાયદો કરાવા માટે કોંગ્રેસ વિરુદ્ધ આવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતુ કે છત્તીસગઢમાં ભાજપને હારનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાની હારથી નિરાશ અમિત શાહ હવે સાંપ્રદાયિકતાનો આશરો લેવા માંગે છે. હકીકતમાં, અમિત શાહે સોમવારે રાજનાંદગાંવમાં ચૂંટણી રેલી દરમિયાન બઘેલ સરકાર પર પ્રહાર કર્યા હતા
તેણે કહ્યું હતું કે બેમેટારાના બિરાનપુર ગામમાં થયેલી સાંપ્રદાયિક હિંસામાં ભૂપેશ બઘેલનો હાથ હતો. આ હિંસા એપ્રિલમાં થઈ હતી, જેમાં ઈશ્વર સાહુના પુત્ર ભુનેશ્વર સાહુનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે છત્તીસગઢની ૯૦ સીટો પર ૭ અને ૧૭ નવેમ્બરે બે તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે. જાે કે તે પહેલા અમીત શાહના આ નિવેદનથી છત્તીસગઢનું રાજકારણ ગરમાયું છે.. કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહે તેમના ચૂંટણી ભાષણમાં ભૂપેશ બઘેલ સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે બઘેલ સરકારે તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ માટે છત્તીસગઢના પુત્ર ભુવનેશ્વર સાહુની ‘લિંચંગ’ કરી મરાવી નાખ્યો હતો. અમે ભુવનેશ્વર સાહુના હત્યારાઓને ન્યાય અપાવીશું. તમને જણાવી દઈએ કે ભાજપે ભુવનેશ્વર સાહુના પિતા ઈશ્વર સાહુને ટિકિટ આપી છે.
કોંગ્રેસે શાહના આ નિવેદનની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસે કહ્યું કે અમિત શાહનું આ નિવેદન માત્ર વાંધાજનક નથી પરંતુ તેમનો હેતુ છત્તીસગઢમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો છે. કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રમણ સિંહ અને અરુણ સાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. રાજનાંદગાંવમાં ચૂંટણી રેલી દરમિયાન અમિત શાહે બઘેલ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું હતું કે બેમેટારાના બિરાનપુર ગામમાં થયેલી સાંપ્રદાયિક હિંસામાં ભૂપેશ બઘેલનો હાથ હતો. આ નિવેદનને લઈને કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ગૃહમંત્રી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે કહ્યું કે તેમણે ચૂંટણીના ફાયદા માટે આવું નિવેદન આપ્યું છે.
Recent Comments