કોંગ્રેસે ઇ્ઈમાં ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવાની માંગ પર લખ્યો મુખ્યમંત્રીને પત્ર

ઇ્ઈ યોજના કે જેમાં ધોરણ ૧થી ૮માં રાજ્યની ખાનગી શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને પ્રવેશ મળતો હોય છે. દર વર્ષે આ પ્રક્રિયા ફેબ્રુઆરીના અંત સુધી શરૂ થઇ જતી હોય છે પરંતુ આ વર્ષે ફોર્મ ભરવાની તારીખ અને પ્રક્રિયા ઘણી મોડી ચાલુ કરવામાં આવી છે. દર વર્ષે ફોર્મ ભરવાની મુદત પણ આશરે ૧૫ થી ૨૦ દિવસની આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે ફોર્મ ભરવાની તારીખોમાં પણ ઘટાડો કરીને ફકત ૧૨ જ દિવસ આપવામા આવ્યા છે. જેના કારણે ફોર્મ ભરાવાની સાઈટમાં પણ ઘસારો જાેવા મળ્યો હતો. આ ઉપરાંત પણ વારંવાર સાઈટ બંધ થતી જાેવા મળી હતી. જેના કારણે વાલીઓ મુંજવણમાં મુકાયા છે. ઓછા દિવસોના કારણે જેટલી સંખ્યામાં ફોર્મ ભરાવા જાેઇતા હતા તેટલા ભરાયા નથી. આ પ્રક્રિયામાં ભાગ લેતા વાલીઓ ખૂબ જ ગરીબ અને સામાન્ય પરિસ્થિતિમાંથી આવતા હોય છે. ત્યારે ઓછા દિવસો આપી શિક્ષણ વિભાગ વાલીઓ અને વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે. સાથે સાથે આ યોજનામાં ભાગ લેવા માટે જે જરૂરી દસ્તાવેજાે મેળવવાના હોય છે. તેમાં પણ સમય લાગતો હોય છે.
ત્યારે ઇ્ઈની ફોર્મ ભરવાની તારીખમાં ૧૫ દિવસનો વધારો આપવામા આવે તેવી કોંગ્રસ પક્ષની માંગ છે. તેમજ જ્યારે પણ વાલીઓને કોઇ માહીતી મેળવવી હોય છે તો તેમણે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરીથી માહિતી લેવા માટે જવું પડતું હોય છે. આ વર્ષે યુથ કોંગ્રેસ અને દ્ગજીેંૈં દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવી હેલ્પ સેન્ટર ઉભા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં અધિકારી દ્વારા ખાનગી શાળાઓને પત્ર પાઠવી વાલીઓને ઇ્ઈ માટે સમજ પાડવા કહેલું હતું. પરંતુ આ હેલ્પ સેનેટરો પણ ફોર્મ ભરવાના છેલ્લા ૨ દિવસ બાકી હતા. ત્યારે જાહેરાત કરવામાં આવી. જે પ્રમાણે કોલેજમાં પ્રવેશ માટે હેલ્પ સેન્ટર દર વર્ષે ખોલવામા આવે છે. તેમ શાળાના અભ્યાસ માટે કેમ સરકાર દ્વારા માહિતી પૂરી પાડવા માટે સેન્ટરો આપવામા નથી આવતા? રાજ્યના દરેક જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએથી પરિપત્ર કરી અને સરનામા સાથે હેલ્પ સેન્ટર આપવા જાેઇએ. આવનારા સમયમાં ઇ્ઈ ની માહિતી માટે સરકાર દ્વારા જિલ્લામાં સરનામા સાથે હેલ્પ સેન્ટર ઉભા કરવાનું આયોજન કરવામાં આવે તેવી અમારી માંગ છે. ઇ્ઈ ના ફોર્મ ભરવાની સમયમાં ૧૫ દિવસનો વધારો કરવામાં આવે તેવી અમારી માંગણી છે. નહીંતો આગામી દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
Recent Comments