કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવાનો સીલ સીલો ચાલું જ છે. કોંગ્રેસના યુવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે તાજેતરમાં કોંગ્રેસના દામન ભારેભરખમ સવાલો લઈને છોડ્યો છે તેમને તખ્તો પણ બીજેપી જોડાવવાને લઈને તૈયાર થઈ રહ્યો છે. ત્યારે 2017 પછી કોંગ્રેસ છોડી ભાજપમાં 16 ધારાસભ્યો જોડાયા છે. જેમાં કેટલાક ધારાસભ્યોને ભાજપે મંત્રીઓ બનાવ્યા છે. આ જોઈ કોંગ્રેસથી નારાજ ધારાસભ્યો બીજેપીમાં જોડાઈ રહ્યા છે અને આગામી સમયમાં તેમને પણ લાંબી રેસનો ઘોડો રાજનીતિમાં બીજેપી લાગે છે.
બીજું કારણ કોંગ્રેસ સાથેના અંદરો અંદરના અણબનાવો છે.
ગઈ કાલે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે એવું નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ જેને છોડીને જવું હોય તે જાય આ પહેલા રાહુલ ગાંધીએ પણ આ પ્રકારનું નિવેદન આપ્યું જ હતું પરંતુ ગત ચૂંટણી સમયે 2017 પછી 16 ધારાસભ્યોઓએ કોંગ્રેસને ટાટા બાય બાય કહ્યું હતું. 2017 પછી કોંગ્રેસ છોડનાર ધારાસભ્યોનું આ છે લિસ્ટ
આશાબેન પટેલ – ઉંઝા
અક્ષય પટેલ – કરજણ
જીતુ ચૌધરી – કપરાડા
બ્રિજેશ મેરજા – મોરબી
મંગળ ગામીત – ડાંગ
પ્રધ્યુમનસિહં જાડેજા – અબડાસા
કુંવરજી બાવળીયા – જસદણ
જવાહર ચાવડા – માણાવદર
અલ્પેશ ઠાકોર – રાધનપુર
ધવલસિંહ ઝાલા – બાયડ
પુરુષોત્તમ સાબરિયા – ધ્રાંગધ્રા
જે.વી. કાકડિયા – ધારી
સોમાભાઈ ગાંડા – લીંબડી
પ્રવીણ મારુ – ગઢડા
ઉપરોક્ત આ ધારાસભ્યો કે જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે જેમાં અત્યારે બ્રિજેશ મેરજા મંત્રી પદ પર કાર્યરત છે. જીતુ ચૌધરી પણ કાર્યરત મંત્રી પદ પર છે. આ ઉપરાંત આ પહેલા કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા પણ મંત્રી પદ પર હતા. કોંગ્રેસના નેતાઓ આ કારણે પણ બીજેપીમાં જોડાઈ રહ્યા છે.
ભાજપ સાથે જોડાતા પહેલા ચોક્કસથી તેઓ મંત્રી પદની માંગણી કરતા જ હશે ત્યારે આ માંગણી કેટલાક ધારાસભ્યોની પરીપૂર્ણ પણ થઈ રહી છે. તાજેતરમાં અશ્વિન કોટવાલ ઉત્તર ગુજરાત સીટના ધારાસભ્ય પણ જોડાયા છે. આ ઉપરાંત 10 જેટલા ધારાસભ્યો કોંગ્રેસના બીજેપીની સંપર્કમાં હોવાની પણ અગાઉ વાત ઉડી હતી ત્યારે ચૂંટણી પહેલા અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસના કેટલાક પ્રવક્તા અને ધારાસભ્યોને ટિકિટ ના મળતા તેઓ નારાજ થયા છે અને તેમને પણ બીજેપીનો દામન થામ્યો છે.
તાજેતરમાં જ જયરાજસિંહે અનેક વખત કરવામાં આવેલી ટિકિટની માંગણી છતાં પણ તેમને કોંગ્રેસ તરફથી કોઈ ટિકિટ ના આપતા તેઓ બીજેપીમાં જોડાયા હતા આમ આ પ્રકારના વિવિધ કારણો પણ સામે આવી રહ્યા છે. જેથી બીજેપી તરફી ઝુકાવ વધ્યો છે.
Recent Comments