ગુજરાત

કોંગ્રેસે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ સામે વિરોધ પ્રદર્શન કર્યું

પેટ્રોલ ડિઝલના વધતા ભાવને લઈને લોકો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતત બારડોલી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસને જાણ થતા સ્થળ પર પહોચી હતી. જ્યા તેમણે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી.

પોલીસે વિરોધ પ્રદર્શન વખતે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની અટકાયત કરી હતી. જેથી તે સમયે મામલો ગરમાયો હતો. સાથેજ પોલીસે ધારાસભ્ય આનંદ ચૌધરીની પણ અટકાયત કરી. જેના કારણે કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા હતા.

બારડોલીમાં કારોબારી બાદ રેલી યોજાઈ હતી. જે રેલી યોજાઈ ત્યારબાદ પોલીસ દ્વારા કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા પેટ્રોલના વધતા ભાવ સામે આ રેલી કાઢવામાં આવી હતી. જેમા રેલી કાઢીને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જાેકે પોલીસે જ્યારે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી તે સમયે મામલો ગરમાયો હતો. જેમા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા અમિત ચાવડા સહિત કુલ ૧૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts