કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે,”મણિપુરમાં સ્થિતિ સુધરી રહી નથી” કોંગ્રેસે મણિપુર હિંસા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે મણિપુરમાં સ્થિતિ સુધરી રહી નથી. અમારી માંગ છે કે દેશના ગૃહમંત્રી રાજીનામું આપે. જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મણિપુર ૩ મેથી સળગી રહ્યું છે. પીએમ મોદી મણિપુર સિવાય બધે ગયા પરંતુ મણિપુર ન ગયા. રમેશે કહ્યું કે અમારી પહેલી માંગ છે કે પીએમ મોદીએ સંસદ સત્ર પહેલા મણિપુરની મુલાકાત લેવી જાેઈએ. ત્યાંના પક્ષકારોને મળો.
સામાજિક સંસ્થાઓને મળો. રાહત શિબિરમાં જાઓ. મણિપુરના પક્ષના પ્રતિનિધિમંડળને પણ મળ્યા. સાથે જ અમારી બીજી માંગ એ છે કે પીએમ મોદીએ મણિપુર પર સર્વપક્ષીય બેઠક બોલાવવી જાેઈએ. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે ૩૧ જુલાઈ, ૨૦૨૪થી મણિપુરમાં પૂર્ણ સમયના રાજ્યપાલ નહીં હોય. આ પહેલા, એક પ્રતિષ્ઠિત આદિવાસી મહિલા રાજ્યપાલ હતા, તેમને કેમ હટાવવામાં આવ્યા તે તેમની માનસિકતા દર્શાવે છે. છેલ્લા અઢાર મહિનાથી એવું લાગી રહ્યું છે કે પીએમ મોદીએ મણિપુર છોડીને ગૃહપ્રધાન તરફ વળ્યા છે.
મણિપુરના મુખ્યમંત્રીની નિષ્ફળતા સામે ગૃહમંત્રીએ કેમ આંખ આડા કાન કર્યા? ભાજપના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે પરંતુ ગૃહમંત્રી નિષ્ફળ મુખ્યમંત્રીને બચાવી રહ્યા છે. અમે એવી પણ માગણી કરીએ છીએ કે જાે ભાજપ અને કેન્દ્ર સરકાર ખરેખર અને પ્રમાણિકતાથી ડ્રગ્સ માફિયાઓ સામે પગલાં લેવા માગતી હોય તો કેસ શા માટે પેન્ડિંગ રાખવામાં આવ્યો છે? નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ)નો ઉપયોગ કરો પરંતુ કંઈ થઈ રહ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરમાં એક મહત્વપૂર્ણ બેઠક કરશે અને ત્યાંની સ્થિતિની સમીક્ષા કરશે. રવિવારે ગૃહ મંત્રાલયે મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
શનિવારે, ગૃહ મંત્રાલયે મણિપુરમાં તૈનાત તમામ સુરક્ષા દળોને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. બરાક નદીમાંથી મહિલાઓ અને બાળકોના મૃતદેહ મળ્યા બાદ મણિપુરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. મણિપુરના જીરીબામમાં નદીમાંથી ત્રણ મૃતદેહો મળી આવતા લોકોમાં ગુસ્સો આવ્યો હતો. આ ઘટનાથી નારાજ લોકો ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓના ઘરે ગયા પરંતુ જ્યારે તેમને ખબર પડી કે મંત્રી રાજ્યમાં નથી. આ પછી રોષે ભરાયેલા લોકોએ ઘરમાં તોડફોડ અને આગચંપી કરવાની ઘટનાઓને અંજામ આપ્યો હતો. લોકોએ હિંસાનો વિરોધ કરવા ઈમ્ફાલમાં પ્રદર્શન કર્યું. સ્થિતિને જાેતા ઇમ્ફાલના વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. સાત જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. આરોપ છે કે આતંકવાદીઓએ તેમનું અપહરણ કર્યા બાદ તેમની હત્યા કરી હતી.
Recent Comments