કોંગ્રેસ કૃષિ કાયદાથી નુકસાન સાબિત કરી બતાવે, હું રાજીનામું આપી દઇશઃ ફળદુ
અમરેલીના સાવરકુંડલામાં ગુજરાતના કૃષિ મંત્રી આરસી ફળદુએ કોંગ્રેસને કૃષિ કાયદાને લઇને પડકાર ફેક્યો હતો. આરસી ફળદુએ કહ્યુ કે, કોંગ્રેસ કૃષિ કાયદાથી નુકસાન સાબિત કરી બતાવે, હું રાજીનામું આપી દઇશ. મહત્વપૂર્ણ છે કે કૃષિ સુધાર બિલનું મહત્વ સમજાવવા માટે ભાજપ ગુજરાતમાં વિવિધ સ્થળોએ કિસાન સમ્મેલન યોજી રહી છે. સાવરકુંડલામાં યોજાયેલા ખેડૂત સમ્મેલનમાં આરસી ફળદુ, પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી, જયંતિ કાવડિયા, વલ્લભ વઘાસીયા અને અમરેલીના સાંસદ નારણ કાછડિયા હાજર રહ્યા હતા. આ પહેલા પણ કૃષિમંત્રી આરસી ફળદુએ કહ્યુ હતું કે, કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરી રહી છે, ઘણા લોકો બિલનો અભ્યાસ કર્યા વગર જ વિરોધ કરે છે. આરસી ફળદુએ સાવરકુંડલામાં ખેડૂત સમ્મેલનને સંબોધતા કહ્યુ કે, નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્ર માટે ભારતના સાત લાખ ખેડૂતોના હિત માટે કૃષિ વિધેયકો લોકસભા-રાજ્યસભામાં પસાર કર્યા છે, તે આવનારી ખેડૂત પેઢીઓના કલ્યાણ માટે છે.
તેમ છતાય કેટલાક સ્થાપિત પરિબળોએ જે રીતે કલબલાત ઉપાડ્યો છે તેની સામે સત્ય દબાઇ ના જાય, દેશના ખેડૂતોના હિત માટે, આવનારી પેઢીઓના હિત માટે, આ ઐતિહાસીક ર્નિણય થયો છે. આરસી ફળદુએ વધુમાં કહ્યુ,”મને યાદ છે એપીએમસી એક્ટ ૧૯૬૭ના કાયદા પ્રમાણે ભારતની બજારોની અંદર કામ કાજ ચાલે છે અને વખતો વખત દેશમાં ચર્ચા આવી કે એપીએમસી એક્ટમાં બદલાવ આવવો જાેઇએ. બજારમાં જે કામકાજ ચાલે છે તે વ્યવસ્થામાં બદલાવ થશે તો ખેડૂત સમાજને પ્રોત્સાહન મળશે. ખેતી કરનાર માણસ કાળો મહેનત કરનાર માણસ ૧૮-૧૮ પુરૂષાર્થ ખેતરમાં કરી રહ્યો છે તેનો ઉમંગ ઓસરી ના જાય તેની ચિંતા કરવી પડે તેમ છે. ૨૦૦૭ પહેલા ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી ત્યારે મુખ્યમંત્રીની જવાબદારીમાં હતા.
તે વખતે હું ધારાસભ્ય તરીકે જવાબદારી બજાવતો હતો. રાજ્યમાં કૃષિ મંત્રી તરીકે ભૂપેન્દ્ર ચુડાસમા હતા. મોદીએ ચુડાસમાને એક બેઠકમાં કહ્યુ હતું કે, દેશ કરે કે ના કરે, કૃષિ ક્ષેત્રમાં બદલાવ લાવવાની આવશ્યકતા છે. સહકારી પ્રવૃતિમાં પરિવર્કતન લાવાવાની જરૂરીયાત છે. કૃષિ મંત્રીએ કહ્યુ કે, કૃષિ મહાવિદ્યાલયમાં અખતરા થતા હતા, તે ખેડૂતો અપનાવતા થયા. કોઇ કાર્યની સફળતા જાેઇતી હોય તો શરૂઆત કરવી જાેઇએ. લાંબા સમય સુધી સતત પ્રયાસો કરતા રહેવા પડે. ગુજરાતે દેશને દિશા મળે તે પ્રકારે કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતોના જીવનમાં જૂની ખેતી પરંપવરામાં બદલાવ લાવ્યા.
Recent Comments