આગામી વિધાનસભામાં વિજયના જય ઘોસ સાથે ડી.કે. રૈયાણીની સેના તૈયાર
કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ડી.કે.રૈયાણી દ્વારા ધારાસભ્યો, શહેર અને તાલુકા પ્રમુખો અને સેલ ફ્રન્ટલના હોદેદારો સાથે ચર્ચા વિચારણા કરી અમરેલી જિલ્લા કોંગ્રેસ કારોબારીની નવી રચના કરવામાં આવી
અમરેલી ભાજપ સામે બાથ ભીડવા અને આગામી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનો પરચો લહેરાવવા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીની સેના તૈયાર થઈ ગઇ છે. આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ડી.કે. રૈયાણીએ નવી કારોબારી જાહેર કરી છે. અમરેલી જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણીએ સમગ્ર જિલ્લાનો પ્રવાસ કરી તાલુકા અને શહેરના સ્થાનિક પ્રમુખો, હોદેદારોની મીટીંગ બોલાવી સામુહીક રીતે જે નામોના સુચનો આવ્યા તે તમામ નામો અને પક્ષના લોકો સાથે ચર્ચા વિચારણા કરી તેમાંથી નાનામાં નાના કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકરોને કારોબારીમાં સ્થાન આપવામાં આવેલ છે. ઉપરાંત તમામ વર્ગના તમામ જાતિના લોકોને પણ પુરતુ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. આ કારોબારીમાં યુવાવર્ગના લોકોને પણ સ્થાન આપી નવી વિચારશ્રેણી સાથે ભાજપની સામે પોતાની સેના તૈયાર કરવા માટે ડી.કે. રૈયાણી સુસજજ થયા છે. અમરેલી જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં કુલ ૯ ઉપપ્રમુખોની નિમણુંક કરવામાં આવે છે. જેમાં ધર્મેન્દ્રભાઇ બાબુભાઈ પાનસુરીયા, હસુભાઇ ભાઈલાલભાઇ સુચક, રામભાઇ બાવાભાઇ મોભ , ટપુભાઇ બાધાભાઇ રામ, વલ્લભભાઈ ઝીંઝુવાડીયા, મનસુખભાઇ બેચરભાઇ પડસાલા, ટીકુભાઇ (નરેન્દ્રભાઈ) કેશુભાઇ વરૂ, ડો. કિર્તીકુમાર બોરીસાગર, રવજીભાઇ વાઘેલાની નિમણુંક કરાઇ છે. આ ઉપરાંત ૧૯ મહામંત્રીઓ, પ૪ મંત્રીઓ, ૩ર સંગઠનમંત્રીઓ, ૪ પ્રવકતાઓ, ૭૯ કારોબારી સભ્યો, અને વર્ષોથી કોંગ્રેસની વિચારધારાને વરેલા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોને માર્ગદર્શક તરીકે ૪૩ માર્ગદર્શક વડીલોની નિમણુંક કરવામાં આવી છે. આ સમગ્ર કોગ્રેસની સેના એટલે કે કોંગ્રેસ કારોબારીની રચના કરવામાં પુર્વ નેતાવિપક્ષ પરેશભાઇ ધાનાણી, ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, સુરેશભાઇ કોટડીયા, પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઠાકરશીભાઈ મેતલીયા, પંકજભાઇ કાનાબાર, શંભુભાઇ દેસાઇ, તાલુકા અને શહેરના પ્રમુખો, જિલ્લા પંચાયત–તાલુકા પંચાયત–નગરપાલિકાના પ્રમુખો, નેતા વિપક્ષ અને મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઇ. સહિતના તમામ સેલ ફ્રન્ટલો સાથે સમન્વય કરી ચર્ચા વિચારણા કરી અંતે આ નવી કોંગ્રેસની કારોબારીને પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી દવારા આખરી ઓપ આપવામાં આવેલ છે.
Recent Comments