fbpx
ગુજરાત

કોંગ્રેસ દ્વારા આગામી 7 એપ્રિલે રાજકોટમાં યોજાશે વિરોધ પ્રદર્શન, નરેશ પટેલ જોડાય તેવી શક્યતા

પેટ્રોલ, ડિઝલ, સીએનજી, રાંધણ ગેસ, દવાઓ, ઘર વખરી થી લઈને રીયલ એસ્ટેટ માટેની ચીજ વસ્તૂઓથી લઈ દરેક ક્ષેત્રે ભાવ વધ્યા છે. મોંધવારી ચરમસીમાએ પહોંચી છે. આ મોંધવારી સામે કોંગ્રેસે બાયો ચડાવી છે. વિધાસનભાની ચૂંટણીઓ નજીક આવતા કોંગ્રેસ સક્રીય બની છે ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા મોઘવારી મામલે વિરોધ પ્રદર્શન રાજકોટ ખાતે કરવામાં આવશે. 
7 એપ્રિલના રોજ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. કોંગ્રેસના નેતાઓ 6 એપ્રિલના રોજ રાજકોટ પહોંચશે અને ત્યાં મિટીંગ પણ આ મામલે કરશે ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં વિપક્ષ નેતા પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર તેમજ નરેશ પટેલ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે. 

અત્યારે મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે.  હોય તેમ લાગી રહ્યું છે. એક પણ સેક્ટર અેવુ બાકી નહીં હોય જ્યાં કોઈ ભાવ વધ્યાના હોય જાણે ઉઘાડી લૂટ ચાલી રહી હોય તે રીતે એક પછી એક ચીજવસ્તૂઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યાે છે. આ વધારો હવે દવાઓમાં પણ જોવા મળશે. એક એપ્રિલથી દવાઓના ભાવમાં 10 ટકાથી વધુનો વધારો જોવા મળશે.

Follow Me:

Related Posts