સૌરાષ્ટ - કચ્છ

કોંગ્રેસ દ્વારા મહા જનસંપર્ક રેલી, મતદારોએ પેનલને જીતાડવાની આપી બાંયધરી

ભુજ તાલુકાના માધાપર જુનાવાસ વિસ્તારમાં કોંગ્રેસની મહા જનસંપર્ક રેલીને ઉમળકાભેર આવકાર મળ્યો છે. લોકોએ કંકુ તિલક કરી અરજણભાઈ ભુડિયાની પેનલના ઉમેદવારોને વધાવ્યા હતા. જુનાવાસના મતદારોએ અરજણભાઈ ભુડિયાની પેનલને જીતાડવાની બાંયધરી આપી હતી. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માહોલ જામી ચુક્યો છે, ત્યારે ભુજ તાલુકામાં માધાપર જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયતની ૪ સીટ પર અરજણભાઈ ભુડિયાની પેનલના મહિલા ઉમેદવારો અરજણભાઈના નેતૃત્વમાં ચુંટણી લડી રહ્યા છે, જેઓને ડોર ટૂ ડોર પ્રચારમાં ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે.

માધાપર જુનાવાસ વિસ્તારમાં વિશાળ જનસમર્થન રેલી યોજવામાં આવી હતી, માધાપર બસ સ્ટેશન પાસે ચૂંટણીના મધયસ્થ કાર્યાલયથી આ રેલીની શરૂઆત થઈ હતી, માધાપર જુનાવાસ વિસ્તારમાં જુદા જુદા એરિયામાં પગપાળા પરિભ્રમણ કરવામાં આવ્યું હતું, ગાંધીજીની પ્રતિમા પાસે ઉમેદવારો દ્વારા બાપુની પ્રતિમાને હારમાળા પહેરાવાઇ હતી, જુનાવાસ વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના અરજણભાઈ ભુડિયાની આગેવાનીમાં જિલ્લા પંચાયત ૨૦ સીટ માધાપર પર ઉમેદવાર સવિતાબેન (સીતાબેન) સંજય અરજણ ભુડીયા, તાલુકા પંચાયત ૧૮ માધાપર જુનાવાસ ૧ સીટ પર ઉમેદવાર દમુબેન મુકેશ વરસાણી,

તાલુકા પંચાયત ૧૯ માધાપર જુનાવાસ ૨ સીટના ઉમેદવાર નર્મદાબેન વાડીલાલ પટેલ, તાલુકા પંચાયત ૨૦ માધાપર નવાવાસ ૧ સીટના ઉમેદવાર અમૃતબેન પરેશભાઈ ગામી અને તાલુકા પંચાયત ૨૧ માધાપર નવાવાસ ૨ સીટના ઉમેદવાર ભાવના રમેશ વોરા ચૂંટણી લડી રહ્યા છે. પગપાળા યોજાયેલી મહા જનસંપર્ક રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જાેડાયા હતા. જુનાવાસ વિસ્તારના મતદારો પણ હવે પરિવર્તન ઇચ્છી રહ્યા છે. માધાપર નવાવાસ વિસ્તારમાં પણ માં પ્રચડ રેલી યોજવામાં આવનાર છે.

Related Posts