કોંગ્રેસ દ્વારા વિઠ્ઠલપુર ખં.ગામે અનુ. જાતિ વિભાગ તથા અનુ. જાતિના આગેવાનો દ્વારા એક મીટીગનું આયોજન રાખેલ
તા. ૧૧/૯/૨૦૨૨ ને રવિવારે અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખં.ગામે અમરેલી તાલુકા અનુ. જાતિ વિભાગ તથા અનુ. જાતિ ના આગેવાનો દ્વારા એક મીટીગનું આયોજન રાખેલ જેમા આવનારી ૨૦૨૨ની ચુંટણીમા દલીત સમાજના પ્રશ્નોને મેની ફેસ્ટોમા સમાવેશ કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામા આવી અને દલિત સમાજ ના પ્રશ્રોને સાભળવામા આવ્યા. સાથે સાથે આવનારી ચુંટણીમાં અનું. જાતી સમાજ દ્વારા કોંગ્રેસ પક્ષને મજબુત કરવા અને કોંગ્રેસ પક્ષને જીતાડવા માટે
અગત્યની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ તકે અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષભાઈ ભંડેરી અમરેલી કુકાવાવ વડીયાના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશભાઈ દામોદરા પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગના કો ઓર્ડીનેટર શરદભાઈ મકવાણા તથા અમરેલી શહેર અનુ. જાતિ વિભાગના પ્રમુખ ડી ડી પરમાર તથા અમરેલી નગરપાલિકાના સદસ્ય પ્રહલાદભાઈ સોલંકી તથા તાલુકાના હોદેદારો તથા તાલુકાના આગેવાનો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેલ તેવુ અમરેલી તાલુકા અનુ જાતિના પ્રમુખ જે બી મકવાણાની યાદીમાં જણાવેલ છે.
Recent Comments