fbpx
ગુજરાત

કોંગ્રેસ ધારાસભ્ય અનિલ જાેષિયારાને પ્રોટેમ સ્પીકર બનાવાયા

વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની નવી પહેલ સામે આવી છે. વિપક્ષમાંથી પ્રથમવાર સભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જાેષીયારાને પ્રોટેમ સ્પીકર બનાવાયા છે. સામાન્ય રીતે વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે વિપક્ષના સભ્યને સ્થાન અપાય છે. ૨૫ વર્ષમાં પહેલીવાર પ્રોટેમ સ્પીકર તરીકે વિપક્ષના સભ્ય બેઠા છે.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ રાજ્યપાલ અંશુમન સિંહ, પૂર્વ મંત્રી મોહન પટેલ તથા પૂર્વ ધારાસભ્ય હેમાજી રાજપૂતના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. ચંદનના ઝાડ સાચવવા બાબતે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડના પ્રશ્ન પર વિધાનસભાના અધ્યક્ષે ટકોર કરી હતી.

Follow Me:

Related Posts