કોંગ્રેસ નેતાઓએ મોંઘવારીનો વિરોધ કર્યોઃ સાયકલ લઇને વિધાનસભા પહોંચ્યા
ગુજરાતમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં શરૂ થનાર બજેટ સત્ર તોફાની રહેવાના એંધાણ છે. કેમ કે, આ વખતે પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવ વધારો, ગેસના સિલિન્ડરમાં વધારો સહિતનાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વિરોધ નોંધાવતાં સાયકલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા.
કોંગ્રેસ આ વખતે મોંઘવારીના મુદ્દે વિધાનસભાના બજેટ સત્રમાં લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાયકલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. અને બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. બેનરમાં યુવાનોને રોજગારી આપવા, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ગેસ સિલિન્ડરની કિંમત અને કૃષિ બિલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
Recent Comments