fbpx
ગુજરાત

કોંગ્રેસ નેતા અતુલ પટેલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જાેડાયા

કોંગ્રેસના નેતા અતુલ પટેલે ગઈ કાલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટ અતુલ પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને શહેર પ્રમુખ પ્રશાંત પટેલને રાજીનામુ મોકલ્યું હતું. આ પછી આજે તેઓ ૫૦ કાર્યકર્તા સાથે આપમાં જાેડાયા છે. આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આપમાં જાેડાયા છે.

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટ અતુલ પટેલનું રાજીનામુ પડતા કોંગ્રેસમાં હલચલ વધી ગઈ છે કે અન્ય નેતાઓ પણ આપમાં ન જાેડાય જાય અને તે માટે શહેર કોંગ્રેસ પ્રમુખ નજર રાખી રહ્યા છે. અતુલ પટેલે કહ્યું હતું કે તેઓ આપમાં જાેડાઈ નિસ્વાર્થ ભાવે લોક સેવામાં જાેડાશે. કેજરીવાલની નીતિને ગુજરાતમાં લાવી લોકોની સમસ્યા હલ કરવા તેઓ હંમેશા કાર્યરત રહેશે.

ગોપાલ ઇટલીયાએ કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અને વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ગુજરાતમાં ઈમાનદાર અને નિર્વિવાદીત નેતાઓના સંપર્ક કરી રહ્યા છે અને તેમને આપમાં જાેડાઈ આપને મજબૂત કરી રાજ્યમા કામ કરનારી , ઈમાનદાર અને શિક્ષિત રાજનીતિ કરતી સરકાર બનાવવા માંગે છે.

Follow Me:

Related Posts