કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીનો શુક્રવારથી શરૂ થનારો વિદેશ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા સાથે જાેડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ આજે મોડી રાત્રે ૩ દેશોની મુલાકાતે જવાના હતા. પરંતુ તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જાે કે પ્રવાસ રદ્દ કરવાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. રાહુલ ગાંધી ૮ અને ૯ ડિસેમ્બરની મધ્યરાત્રિએ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના પ્રવાસ માટે રવાના થવાના હતા.
તેમના પ્રવાસ દરમિયાન તેઓ સિંગાપોર ઉપરાંત ઈન્ડોનેશિયા અને મલેશિયા જવાના હતા.. પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના તેમના પ્રવાસ દરમિયાન, રાહુલ ગાંધી પ્રથમ મલેશિયા જવાના હતા જ્યાં તેઓ ૧૦ ડિસેમ્બર સુધી ઘણા કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા. જે બાદ તેઓ મલેશિયા અને બાદમાં રાહુલ ગાંધી સિંગાપોર જવા રવાના થયા હતા. જ્યાં તેઓ ૧૨મી ડિસેમ્બર સુધી રોકાશે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના પ્રવાસ બાદ તેઓ ઈન્ડોનેશિયા જવાના હતા. ત્યારબાદ તેઓ ૧૫મીએ ત્યાંથી પરત ફરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન તેણે ભારતીય ઈમિગ્રન્ટ્સ અને વિદ્યાર્થીઓને સંબોધિત કરવાનો કાર્યક્રમ પણ રાખ્યો હતો..
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વિદેશ પ્રવાસ એવા સમયે થવા જઈ રહ્યો હતો જ્યારે ૫ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. કોંગ્રેસને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં પાર્ટીની બેઠકોની સંખ્યામાં ઘટાડો થયો હતો. જાે કે,
પાર્ટીએ તેલંગાણામાં સારું પ્રદર્શન કર્યું અને ભારત રાષ્ટ્ર સમિતિને હરાવીને સત્તા કબજે કરી.. આવતીકાલે સોનિયા ગાંધીનો જન્મદિવસ છે. સામાન્ય રીતે દરેક ચૂંટણી બાદ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે જતા રહે છે. આ વખતે પણ તેનો વિદેશ જવાનો પ્લાન હતો, પરંતુ કોઈ કારણસર તે મોકૂફ રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસની હાર બાદ પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે. કહેવાય છે કે પાર્ટી હાઈકમાન્ડ સ્થાનિક નેતાઓથી નારાજ છે. ખાસ વાત એ છે કે આવતીકાલે ૯મી ડિસેમ્બરે રાહુલ ગાંધીની માતા અને કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીનો જન્મદિવસ છે.
Recent Comments