કોંગ્રેસ નેતા કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન. ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસનો છેવટે સફાયો થઇ જાય છે

ગુજરાતમાં આગામી ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા પાટણ કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. કિરીટ પટેલ ખુદ કબૂલી રહ્યા છે કે, ચુંટણીમાં ભાજપ સામે કોંગ્રેસનો છેવટે સફાયો થઈ જાય છે.
ભાજપ પાસે કોઈ મુદ્દો નથી આપડી ઘણા મુદ્દા છે. ચુંટણી પહેલા એવું લાગે કે ભાજપનો સફાયો થઈ જશે પરંતુ સફાયો આપણો થઈ જાય છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ વિસ્તૃત કારોબારીની બેઠકમાં હાર્દિક પટેલની હાજરીમાં નિવેદન આપ્યું હતું.
Recent Comments