કોંગ્રેસ આજે મોંઘવારી, જીએસટી અને કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં રોડથી સંસદ સુધી વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. રાહુલ કોંગ્રેસ તમામ નેતાઓ સાથે મોંઘવારી સામે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા. રાહુલ સાથે શશિ થરૂરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા અને કાર્યકરો દિલ્હીના વિજય ચોક ખાતે ધરણા પર બેઠા હતા.
હાલ દિલ્હી પોલીસે સમગ્ર જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. રાજપથ પાસે વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ‘પોલીસે કોંગ્રેસના સાંસદોને ખેંચ્યા છે. કેટલાક લોકોને મારવામાં પણ આવ્યા છે. તમે બધા જાેઈ રહ્યા છો કે, લોકશાહીની હત્યા થઈ રહી છે. આ લોકો તેમને મોંઘવારી પર પ્રદર્શન કરવા દેતા નથી. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકાના નેતૃત્વમાં દિલ્હીમાં કોંગ્રેસની પદયાત્રા ચાલી રહી છે.
કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી રહ્યા છે. જ્યારે પીએમ હાઉસનો ઘેરાવ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત હાજર હતો. પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા છે. તો બીજી તરફ પ્રિયંકા પણ કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચી ગઈ છે. વિરોધને ધ્યાનમાં રાખીને અકબર રોડ પર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે ત્રણ સ્તરોમાં સૈનિકોને તૈનાત કર્યા છે. કોઈપણ કામદારને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી.
Recent Comments