કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના ‘સાર્વભૌમત્વ’ નિવેદન પર BJP ની EC ને દરખાસ્ત, કોંગ્રેસની માન્યતા રદ કરવાની કરી માંગ
ભારતીય જનતા પાર્ટી સોમવારે ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટક માટે ‘સાર્વભૌમત્વ’ શબ્દનો ઉપયોગ કરવા બદલ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામે કાર્યવાહી કરવા અને તેમની પાર્ટીની માન્યતા રદ કરવાની માગણી સાથે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની આગેવાની હેઠળ ભાજપના પ્રતિનિધિમંડળે આ મુદ્દે કમિશનને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું. પાર્ટીએ કહ્યું, “કર્ણાટક ભારતના સંઘમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સભ્ય રાજ્ય છે અને ભારતીય સંઘના સભ્ય રાજ્યની સાર્વભૌમત્વની રક્ષા કરવા માટેનો કોઈપણ કોલ અલગતા માટે બોલાવવા સમાન છે અને તે ખતરનાક અને ઘાતક પરિણામોથી ભરપૂર છે.” પત્રકારો સાથે વાત કરતા પાર્ટીના નેતા તરુણ ચુગે પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટને ટાંકીને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની માન્યતા રદ થવી જાેઈએ. ભાજપે આ મુદ્દે સોનિયા ગાંધીના નિવેદનની નકલ પણ સુપરત કરી હતી, જેને કોંગ્રેસે ટિ્વટ કરી હતી. શનિવારે હુબલીમાં ચૂંટણી રેલીમાં સોનિયા ગાંધીના ભાષણનો ઉલ્લેખ કરતા, કોંગ્રેસે એક ટ્વીટમાં કહ્યું હતું કે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષે “૬.૫ કરોડ કન્નડ લોકોને મજબૂત સંદેશ આપ્યો છે”. પાર્ટીએ તેની તસવીર પણ શેર કરી છે, જેમાં તે જાહેર સભાને સંબોધતી જાેવા મળી રહ્યા છે. કોંગ્રેસે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસ કોઈને પણ કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ કે અખંડિતતા માટે જાેખમ ઊભું કરવાની મંજૂરી આપશે નહીં.
Recent Comments