ગુજરાત

કોંગ્રેસ પક્ષના નેતા અર્જુન ખાટરીયા પક્ષમાંથી હકાલપટ્ટી કરાઈ

રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા અર્જુન ખાટરીયાની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા હોવાની ફરિયાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને કરવામાં આવી હતી. જે બાદ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સૂચના બાદ આ ર્નિણય લેવાયો છે અર્જુન ખાટરીયાને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. જાે કે સંકેત એવા પણ મળી રહ્યા છે કે ખાટરીયા ટૂંક સમયમાં જ કેસરિયા કરવાના છે. અર્જુન ખાટરીયા તેમના અન્ય કાર્યકરો સાથે ભાજપમાં જાેડાશે તેવી પણ અટકળેો સેવાઈ રહી છે.

Related Posts