અમરેલી

કોંગ્રેસ પક્ષની લીંગલ ટીમ ની ધારદાર દલીલો તેમજ જીણવટ ભરી કાયદાકીય રજુઆતો ના અંતે અમરેલી લોકસભા સીટના કોંગ્રેસ પક્ષના (ઇન્ડીયા ગઠબંધનના) ઉમેદવાર જેનીબેન ઠુમ્મર નું ઉમેદવારી ફોર્મ માન્ય રાખ્યુ.

સીનીયર એડવોકેટ પંકજભાઇ ચાંપાનેરી, એડવોકેટ શ્રી રફીકભાઇ મોગલ, એડવોકેટ શ્રી નિસીત પટેલ, એડવોકેટ શ્રી સંદિપ પંડયા ના સહિતના વકીલોની મહેનત રંગ લાવી. ઉમેદવારી પત્ર ચકાસણીના દિવસે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી જેનીબેન ઠુમ્મર પોતાના ઉમેદવારી ફોર્મમાં કયાય પણ ક્ષતિ ન હોવા છતાપણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીંના આગેવાન દ્વારા ખોટા વાંધાઓ રજુ કરાતા અમરેલીના ચુંટણી અધિકારીશ્રી સમક્ષ કોંગ્રેસ લીગલ ટીમ દ્વારા લેખિત તથા મૌખિક રજુઆત કરીને હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના આધારો આપીને ધારદાર રજુઆત થતા ચુંટણી અધિકારીશ્રીએ ભારતીય જનતા પાર્ટીના તમામ વાંધાઓ રદ કરીને જેનીબેન ઠુમ્મર નું ફોર્મ માન્ય રાખવા હુકમ કરવામાં આવેલ,

તે સંબંધે અમરેલીના પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુંમર, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઇ દુધાત, પુર્વ જિલ્લા પ્રમુખશ્રી ઠાકરશીભાઇ મેતલીયા, પુર્વ જિલ્લા પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી, પુર્વ જિલ્લા પ્રમુખ શ્રી અર્જુનભાઇ સોસા, બાંધકામ સમિતિના પુર્વ ચેરમેન શ્રી ટીકુંભાઇ વરૂ, પુર્વ શ્રી સુરેશભાઇ કોટડીયા શ્રી નરેશભાઇ અધ્યારૂ, શ્રી કે.કે.વાળા, શ્રી નંદલાલભાઇ ભડકણ, શ્રી ભરતભાઇ હપાણી, શ્રી દિનેશભાઇ સાવલીયા, શ્રી નટુભાઇ સોજીત્રા, શ્રી પંકજભાઇ રોકડ, શ્રી હિરેનભાઇ સોજીત્રા, શ્રી અશ્વિનભાઇ ગોહિલ, શ્રી એમ.એ.કુરેશી, શ્રી પોપટલાલ કાશ્મીરા, શ્રી જગદીશભાઇ તળાવીયા, શ્રી જગદીશભાઇ પાનસુરીયા, શ્રી ઉમેદભાઇ ખાચર, શ્રી ડી.ડી.પરમાર, શ્રી પ્રહલાદ સોલંકી, શ્રી ભાવેશ પિપળીયા, શ્રી રાજુભાઇ બીલખીયા, શ્રી જયુભાઇ ઠુંમર સહિત આ હુકમને આવકારીને વિજય ઉત્સવના ભાગરૂપે સુત્રોચાર સાથે વધામણા કરેલ અને ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરેલ.

કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર માન્ય રહેશે કે અમાન્ય તેના ફેસલા માટે કોંગ્રેસ લીગલ ટીમ ગુજરાત હાઇકોર્ટના સીનીયર એડવોકેટ શ્રી પંકજભાઇ ચાંપાનેરી દ્વારા એક મુદત માંગવામાં આવતા અમરેલી જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ મુદત રીપોર્ટ મંજુર કરતા રવિવારે સવારે ૧0 વાગ્યા સુધીનો સમય આપવામાં આવતાં બીજા દિવસે રવિવારે સવારે ૧0 વાગે કોંગ્રેસ લીગલ ટીમના હાઇકોર્ટના સીનયર એડવોકેટ શ્રી પંકજભાઇ ચાંપાનેરી, એડવોકેટ શ્રી તુલશીભાઇ સવાણી, એડવોકેટ શ્રી ગૌરાંગભાઇ પટેલ, એડવોકેટ શ્રી રફીકભાઇ મોગલ, એડવોકેટ શ્રી નિસીત પટેલ, એડવોકેટ શ્રી સંદિપ પંડયા સહિતની કોંગ્રેસ પક્ષની લીગલ ટીમ અમરેલી જિલ્લા ચુંટણી કચેરી પહોચ્યાં ત્યારબાદ ચુંટણી અધિકારીશ્રીએ ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવારો સહિત ઉમેદવારોના ટેકેદાર, ઉમેદવારોના અધિકૃત કરેલ વ્યક્તિ અમરેલી જિલ્લા ચુંટણી અધિકારી સમક્ષ હાજર થયા બાદ બંને પક્ષોના લીગલ ટીમના એડવોકેટો પણ ત્યાં હાજર થયા ત્યારબાદ વન બાઇ વન બંને પક્ષોના એડવોકેટોની દલિલો સાંભણી બંને પક્ષોના લીગલ પક્ષો દ્વારા આશરે દોઢ કલાક જેટલો સમય કાયદાકીય રજુઆતો અને દલિલો ચાલી. ત્યારબાદ ચુંટણી અધિકારીશ્રી અમરેલી દ્વારા આખરે ચુકાદો જાહેર કરતા કોંગ્રેસ લીગલ ટીમના ગુજરાત હાઇકોર્ટના સીનીયર એડવોકેટ શ્રી પંકજભાઇ ચાંપાનેરી સહિત કોંગ્રેસ લીગલ ટીમની ધારદાર દલિલો ગ્રાહ્ય રાખી તેમજ જીણવટભરી કાયદાકીય રજુઆતો ના અંતે ઇન્ડીય નેશનલ કોંગ્રેસ પક્ષના ૧૪ – અમરેલી લોકસભાના ઉમેદવાર શ્રી જેનીબેન ઠુમ્મર નું ઉમેદવારી ફોર્મ માન્ય રાખ્યુ.   

Related Posts