કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ NSUI ની બોર્ડના કાર્યકાળ પુર્ણ થતા આભાર વ્યક્ત ક૨તા સમીર કુરેશી
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની મહત્વની વિદ્યાર્થી પાંખ NSUI ની ગુજરાત પ્રદેશ બોડીનો કાર્યકાળ પુર્ણ થતા નવા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ભુતકાળમાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ અમરેલીના યુવા નેતા સમીર કુરેશીએ વટ, ચિવટ અને ફાવટ દ્વારા ખુબ કુનેહપુર્વક કર્યુ છે. વર્ષ-૨૦૧૧ માં તેઓ NSUI ની અમરેલી જિલ્લા મહામંત્રીની ચુટણી લડયા અને જીત્યા બાદમાં વર્ષ–૨૦૧૩ માં જિલ્લા પ્રમુખ પદે ચુંટાયા બાદ અત્યતંત ઋજુ અને મિલનસાર સ્વભાવના કારણે યુવાનોમાં તેમની ચાહના ખુબ જ વધી ત્યારબાદ કોઈપણ વિદ્યાર્થીને મુશ્કેલીના સમયે સમી૨ કુરેશી તુરત હાજર થઈ એમની મુશ્કેલી નિવા૨વા કટીબધ્ધ બની એમની સમસ્યાનું સમાધાન કરી આપતા કોઈ બસનો પ્રશ્ન કે કોઈ ફેકલ્ટીની તકલીફ હોય દરેક જગ્યાએ એક સાંકળ બની તે સમસ્યાની કડી બનતા જરૂર પડયે ઉકેલ ન આવે તો કોઈપણ વ્યકિતની સામે મોરચો માંડવામાં પણ ક્યાંય ડર રાખ્યો નથી. તેવા આ ત૨વટીયા યુવાન ને ખુબ જ નાની ઉંમરે વર્ષ–૨૦૧૫ ની સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં અમરેલી નગ૨પાલિકા, વોર્ડ નં.૭ ના પ્રતિનીધી તરીકે પણ સેવા આપી કોઈપણ આફતમાં પ્રથમ પક્ષને વફાદાર રહેના૨ સમીર કુરેશી વર્ષ–૨૦૨૦માં અત્યંત રસાકસી ભર્યા વાતાવ૨ણમાં સામા પાણીએ તરી અને વોર્ડ નં.૭ માં જીત હાંસલ કરી અને નગરપાલિકામાં વિપક્ષ નેતા તરીકે જવાબદારી સ્વીકારી. આ ઉપરાંત નગ૨પાલિકામાં શિક્ષણ સમિતિના સભ્ય તરીકે પણ ખુબ સારી કામગીરી ક૨ી વર્ષ-૨૦૧૭ મા ગુજરાત પ્રદેશ NSUI ની ચુંટણીમાં સૌથી વધુ મત મેળવી પ્રદેશમાં પ્રથમ મહામંત્રી તરીકે ચુંટાઈ આવ્યા. આ તમામ સમયગાળા દરમ્યાન ખુબ મોટી ટીમ કોંગ્રેસ પક્ષને આપી જિલ્લા પ્રમુખના કાર્યકાળ દરમિયાન પણ ગુજરાતમાં સૌથી વધુ કાર્યક્રમ આપવાનો ખીતાબ પ્રાપ્ત કર્યા. નાના મોટા સહુ કોઈને પુરતુ માન-સન્માન આપનાર સમીર કુરેશીએ પોતાની વયમર્યાદાના કા૨ણે NSUI નો જે કાર્યકાળ પુર્ણ થયો તેમાં જે મીત્રોએ તમામ પ્રકારે મદદ કરી એ તમામનો જાહેર આભાર માની અને પોતાની તમામ સફળતાનો શ્રેય પણ સાથી હોદેદારો– મિત્રોને આપ્યો હતો.
Recent Comments