કોંગ્રેસ પાર્ટીના સાંસદ અંગોમચા બિમોલ અકોઈજામે મણિપુરમાં સંકટને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
મણિપુરમાં લાંબા સમયથી સંકટ ચાલી રહ્યું છે, જેને લઈને કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અકોઈઝમે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મણિપુરની સ્થિતિ અંગે અકોઈઝમે કહ્યું કે, જાે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં આવું બન્યું હોત તો આવી પરિસ્થિતિઓને અવગણવામાં ન આવી હોત. કેન્દ્ર સરકારની ટીકા કરતા કોંગ્રેસના સાંસદે કહ્યું કે, કેન્દ્ર સરકાર ઉત્તર-પૂર્વીય રાજ્યને અફઘાનિસ્તાન જેવું કેમ બનવા આપી રહી છે? મણિપુરમાં ૬૦ હજારથી વધુ સૈનિકો તૈનાત છે, કેન્દ્ર સરકારે આ સંકટને રાજ્યમાં આટલા લાંબા સમય સુધી ચાલુ રાખતા અટકાવવું જાેઈએ. તેમણે વધુમાં કહ્યું કે, જાે આવી કટોકટી, આવી સ્થિતિ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બની હોત તો શું આ સંકટને આટલા લાંબા સમય સુધી ચાલવા દેવામાં આવ્યું હોત?
મણિપુરમાં હિંસા પર ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસના સાંસદે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ધારાસભ્યો અને મંત્રીઓને બોલાવીને કહેવું જાેઈતું હતું કે ભારતમાં આવું ન થવું જાેઈએ, હું આવું થવા દઈશ નહીં. તેમણે આરોપ લગાવ્યો કે મણિપુર સંકટ માટે ભારત સરકાર સંપૂર્ણપણે જવાબદાર છે. અકોઈજામે એમ પણ કહ્યું કે ચાલી રહેલા સંઘર્ષને કારણે પોલીસ સહિત સુરક્ષા દળોમાં લોકોના વિશ્વાસને અસર થઈ છે. તેમણે કહ્યું કે, જ્યારે રાજ્ય સંસ્થાઓમાં વિશ્વાસ ઓછો થાય છે, ત્યારે તે રાજ્યની કાયદેસરતા પર સવાલો ઉભા કરે છે. અકોઈજામે ગૃહ પ્રધાન અમિત શાહના દાવાને પણ નકારી કાઢ્યો હતો કે તાજેતરના ત્રણ દિવસની હિંસા પછી મણિપુરમાં સ્થિતિ સામાન્ય છે. મણિપુરમાં બે જાતિઓ વચ્ચેનો સંઘર્ષ વર્ષ ૨૦૨૨માં ૩ મેના રોજ શરૂ થયો હતો. મીતેઈ અને કુકી જાતિઓ વચ્ચે હિંસા શરૂ થઈ. ત્યારથી અત્યાર સુધી આ હિંસામાં ૨૨૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં કુકી અને મીતેઈ બંને સમુદાયના સભ્યો તેમજ સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
Recent Comments