રાષ્ટ્રીય

કોંગ્રેસ પાર્ટીની ઓફિસમાં કાર્યકર્તાઓએ બઘડાટી બોલાવી,૪ સમર્થક ગંભીર રીતે ઘાયલ

ચેન્નાઈમાં કોંગ્રેસ પાર્ટી હેડક્વાર્ટરમાં બે ગ્રુપ વચ્ચે મંગળવાર રાતે ભારે હોબાળો થયો હતો. આ હોબાળો એટલો વધી ગયો હતો કે, વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. હકીકતમાં જાેઈએ તો, તમિલનાડૂથી પસાર થયેલી ભારત જાેડો યાત્રા બાદ મતવિસ્તારમાં પાર્ટીનો ઝંડો ફરકાવાની ચર્ચા થઈ રહી હતી. આ દરિયાન બોલાચાલીની વાત સામે આવી. આ હિંસક અથડામણ ટીએનસીસી કોષાધ્યાક્ષ અને નંગુનેરી ધારાસભ્ય રુબી આર મનોહરનના સમર્થકો વચ્ચે થઈ હતી. એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ટીએનસીસી હેડક્વાર્ટર સત્યમૂર્તિ ભવનમાં થયેલી અથડામણમાં લગભગ ચાર પાર્ટી કાર્યકર્તા ઘાયલ થઈ ગયા છે. પાર્ટીએ હજૂ સુધી પોલીસ ફરિયાદ નોંધાવી નથી.

હાલમાં જ કોંગ્રેસના બે પ્રખંડ અધ્યક્ષ કલક્કડ અને નંગુનેરીના ચૂંટણી પરિણામોથી હતાશ થઈ મનોહરનના સમર્થકો પાંચ બસો ભરીને પાર્ટી ઓફિસે પહોંચ્યા હતા. આરોપ હતો કે, બ્લોક અધ્યક્ષ, તિરુનેલવેલી પૂર્વી ડીસીસી અધ્યક્ષ કેપીકે જયકુમારના સમર્થકો સ્થાનિક ધારાસભ્ય મનોહરનની જાણકારી વિના ચૂંટવામાં આવ્યા હતા. આ વિરોધ ટીએનસીસી અધ્યક્ષ કે. એસ.અલાગિરી દ્વારા એઆઈસીસી સચિવો, પૂર્વ ટીએનસીસી અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષો, પૂર્વ ધારાસભ્યો અને સાંસદો અને હાલના ધારાસભ્યો તથા સાંસદોની સાથે સંસદ ચૂંટણી પર ચર્ચા કરવા અને દરેક વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઝંડા લગાવાના મુદ્દા પર આ બેઠકનું આયોજન કર્યું હતું.

Follow Me:

Related Posts