કોંગ્રેસની સરકાર દેશમાં ધીમે ધીમે ગાયબ થતી જઈ રહી હોય તેમ જણાય છે ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું ત્યારે કોંગ્રેસે સજાગ રહી રણનીતી અપનાવવી જાેઈએ ત્યારે કોંગ્રેસના નેતાઓ બેફામ વાણીવિલાસના લીધે પોતે અને પાર્ટીને ડુબાડી રહ્યા છે તેવું જ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના લઘુમતિઓ અંગે કરેલા નિવેદનનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની દિવાલ પર હજ હાઉસ લખવામાં આવ્યું છે. તે ઉપરાંત કોંગ્રેસના નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત અને બજરંગ દળના જવલિત મહેતા સહિતના લોકો વહેલી સવારે પાલડી કોંગ્રેસ કાર્યાલય પર પહોંચીને કાળી સહી વડે બહાર લાગેલા નેતાઓના પોસ્ટર પર કાળી સહી લગાવી હતી. કોંગ્રેસ કાર્યાલયની બહારની દીવાલ પર હજહાઉસ પણ લખ્યું હતું. પોસ્ટરમાં જગદીશ ઠાકોરના મોંઢાને શાહીથી રંગી દઈને વિરોધ કરવામાં આવ્યો છે. દેશભરમાં જ્યારે જેહાદીઓ તત્વો અરાજકતા ફેલાવી રહ્યા છે. ત્યારે જ તેમને પ્રોત્સાહન આપતાં જગદીશ ઠાકોરનાં લઘુમતી મુદ્દે આપેલા નિવેદનના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયનું નામ બદલીને હજ હાઉસ કરીને વિરોધ કર્યો છે. દેશની તિજાેરી પર સૌથી પહેલો હક લઘુમતિઓનો છે.
આ મામલે કોંગ્રેસ તેની વિચારધારા પર અડગ જ રહેશે. આ નિવેદનથી દેશને ખુબ જ નુકસાન થશે તે પણ જાણું છું અને નુકસાનનો અંદાજ હોવા છતાં કોંગ્રેસ વિચારધારા નહીં છોડે તેમ પણ જગદીશ ઠાકોરે અંતમાં ઉમેર્યું હતું.જગદીશ ઠાકોરના આ નિવેદનને લઈને વિવાદ જાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદમાં યોજાયેલા કોંગ્રેસના લઘુમતી સેલના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. લઘુમતી સમાજના લોકોથી ખચાખચ ભરાયેલાં ઠાકોરભાઇ દેસાઇ હોલમાં યોજાયેલી સદભાવના સભામાં ઠાકોરે મંચ પરથી નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના નિવેદન કરતાં કહ્યું કે દિલ્હીમાં બેઠેલાં પોપટનો જીવ ગુજરાતમાં છે અને આપણે આ પોપટની ડોક મરડી નાંખવાની છે.
આ નિવેદન સાથે જ સામે બેઠેલાં લોકોએ જાેરદાર તાળીઓ પાડીને આ વાતને વધાવી લીધી હતી. લઘુમતી સમાજના વીસ હજારથી વધુ વોટ ધરાવતી રાજ્યમાં ૬૦ બેઠકો છે અને કોંગ્રેસ આ તમામ બેઠકો પર આવાં કાર્યક્રમો કરવાની છે. દરેક બેઠક પર મુસ્લિમોના દરેક ફિરકા અને જમાતને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપો. ઠાકોરે કહ્યું કે ભાજપ પહેલા ધર્મ વચ્ચે ઝગડા કરાવતો હતો, હવે જ્ઞાતિઓ વચ્ચે કરાવે છે. કોઈને એક છરી મારવાથી ૫૦૦૦ વોટનો ફાયદો થતો હોય તો તે પણ કરે છે.
Recent Comments