ગુજરાત

કોંગ્રેસ બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચારમાં પ્રિયંકા ગાંધી વરસ્યા પી એમ મોદી પર

બનાસકાંઠાનાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનાં પ્રચાર અર્થે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠા પહોંચ્યા હતા અને જાહેરસભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ જગત જનની માં અંબાનાં જયઘોષ સાથે પ્રવચનની શરૂઆત કરી હતી.કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લાખણીમાં યોજેલ સભામાં પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલ ટિપ્પણીને લઈ પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, અહીંયા રાજપૂત સમાજની મહિલાઓનું કેટલું અપમાન કરવામાં આવ્યું.

તો પણ મોદીજી દ્વારા તે ઉમેદવારને હટાવ્યો ન હતો. અને આ રીતનું અપમાન અમે તમારી સાથે નહી થવા દઈએ. હાથરસમાં મહિલા સાથે અત્યાચાર થયો. મહિલાને સળગાવીને મારી નાંખવામાં આવી. પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપનાં નેતાઓ કહે છે કે જીતીશું તો બંધારણ બદલી નાંખીશું. તેમજ અનામત પણ બંધારણમાં અપાયેલો એક અધિકાર છે. ભાજપ બંધારણમાં આપેલ અધિકારને ઓછા કરવા માંગે છે. એક સમયમાં મોટા મોટા પ્રધાનમંત્રી હતા. તે તમારા ગામમાં તમારા ઘરે આવતા હતા. ત્યારે તમે લોકો તમારા હક્ક માંગતા હતા. હું મારા પિતાજી તેમજ મારા દાદી સાથે જોયું છે. હું યુપીનાં કોઈ નાના ગામમાં ગઈ હતી.

જ્યાં મારૂ પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતી. ત્યારે હું તે ગામમાં ગઈ ત્યારે એક વૃદ્ધ મહિલાએ મને કહ્યું કે જ્યારે તમારા દાદી આવ્યા હતા. ત્યારે જે ખીર હાલ તમને ખવડાવી તેવી જ ખીર તેમને મેં ખવડાવી હતી. મારા પિતા જ્યારે કોઈ ગામમાં જતા હતા. ત્યારે કોઈ જગ્યાએ પાણી ન હતું. રોડ બન્યો ન હોય ત્યારે લોકો તેમને કહેતા કે અમે તમને ત્યારે વોટ આપશું. જ્યારે તમે અમારા ઘરે પાણી તેમજ રોડ બનાવશો. તે બાદ અમે તમને વોટ આપીશું. આ રાજનીતી હતી. આ રાજનીતીનો આધાર કોણે નાંખ્યો. ગુજરાતનાં સૌથી મહાન દીકરાએ નાંખ્યો. મહાત્માં ગાંધીજીએ બધા નેતાઓ પાસેથી સંપત્તિ છોડવાઈ. બધાને જમીન પર લાવ્યા. બધાને ગરીબોનાં ઘર સુધી લઈ ગયા. તેમજ જનતાએ સર્વોપરી છે.

Related Posts