કોંગ્રેસ મા.ડિ.સૌરાષ્ટ્ર કચ્છના ઝોનલ ચેરમન ફૈઝલ ચૌહાણ દ્વારા અમરેલી વિધાનસભા મત વિસ્તાર માટે યુવા કોંગ્રેસ કાર્યકર્તા નવાબહુસેન હુસેનમિયા સૈયદની યુવા પ્રમુખ તરીકે વરણી.
અમરેલી મુકામે કોંગ્રેસ મા.ડિ.સૌરાષ્ટ્ર કચ્છના ઝોનલ ચેરમન શ્રી ફૈઝલ ચૌહાણના કાર્યલય પરથી ભા.રા.કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર્તા અને લોક ઉપયોગી કાર્યો કરતા નવાબહુસેન હુસેનમિયા સૈયદની મા.ડી.ના અમરેલી વિધાનસભા મત વિસ્તારના યુવા પ્રમુખ તરીકે તથા યાસીનભાઈ હાજીભાઇ બિલખિયાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ.આ તકે કોંગ્રેસ અગ્રણી શરદભાઈ ધાનાણી અમરેલી નગરપાલિકા સદસ્ય અશરફભાઈ રાઠોડ (ખનખનભાઈ) ગુલામ રસુલ પિરમિયા સૈયદ (દાદાબાપુ) સીતુબાપુ (લીલાવાળા) મેહબૂબભાઇ અગવાન વિ. કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.આ વરણીને ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી4તાલુકા પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી શહેર પ્રમુખ શ્રી સંદીપ ભાઈ પંડ્યા અને સમગ્ર કોંગ્રેસ પરિવારે આવકારેલ.
Recent Comments