બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોગ્રેસની મહિલા નેતાઓ વચ્ચે જંગ જામશે તે લગભગ નિશ્ચિત થઈ ચુક્યું છે. ભાજપ તરફથી ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ તરફથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સતત બે ટર્મથી વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ગેનીબેન ઠાકોરે શિવ મંદિરમાં દર્શન બાદ ચૂંટણી લડવા મુદ્દે નિવેદન આપ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ ટિકિટ આપશે તો બનાસકાંઠા બેઠક પર લોકસભા લડવા અને જીતવાનો ગેનીબેને હુંકાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ૧૯૫ નામોની પ્રથમ યાદી જાહેર કરી છે. હવે કોંગ્રેસ પણ લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવા જઈ રહી છે.
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે (૭ માર્ચ ૨૦૨૪) મોડી રાત સુધી ચાલી હતી, જેમાં ઘણા નામોને મંજૂરી આપવામાં આવી છે અને આજે (૮ માર્ચ ૨૦૨૪) કોંગ્રેસની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી શકે છે. ભાજપની જેમ કોંગ્રેસની પ્રથમ યાદીમાં પણ અનેક મોટા દિગ્ગજાેના નામ સામેલ થશે. માનવામાં આવે છે કે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ કોંગ્રેસની પ્રથમ યાદીમાં હશે અને તેઓ વાયનાડથી ચૂંટણી લડી શકે છે. હાલ રાહુલ ગાંધી પણ વાયનાડથી સાંસદ છે. રાહુલ ગાંધી સિવાય પાર્ટીએ પ્રથમ યાદીમાં લગભગ ૪૦ નામોને મંજૂરી આપી છે.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં જે ૪૦ ઉમેદવારોના નામ સામેલ થઈ શકે છે તેમાં તિરુવનંતપુરમથી શશિ થરૂર અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નામ પણ ચર્ચામાં છે. આ બે દિગ્ગજ સૈનિકોના નામ પણ પ્રથમ યાદીમાં સામેલ થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ ફરીથી કેરળના તમામ સાંસદોને ટિકિટ આપી શકે છે. તે જ સમયે, ઝ્રઈઝ્ર બેઠકમાં કર્ણાટક અને તેલંગાણાની ૬-૬ બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ અને મેઘાલયના ઉમેદવારો પર સર્વસંમતિ સધાઈ છે અને પ્રથમ યાદીમાં તેમના નામની જાહેરાત પણ થઈ શકે છે.
જાેકે, ઉમેદવારોના નામનો મુદ્દો હજુ દિલ્હીમાં અટવાયેલો છે. સીઈસી બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે કેરળ, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ અને લક્ષદ્વીપના ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ગયા છે. આ નામોની જાહેરાત આજે ગમે ત્યારે થઈ શકે છે. આ સિવાય કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી સમિતિની આગામી બેઠકની તારીખ પણ જણાવી છે. કોંગ્રેસ ઝ્રઈઝ્રની આગામી બેઠક ૧૧ માર્ચે યોજાશે.


















Recent Comments