કોઇનો મારે સફાયો કરવો નથી, મારે ભાજપને આગળ વધારવું છે
વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત બાદ વજુભાઈ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિજયભાઇ રૂપાણી નીડર નેતા છે. મેં તેમને આશીર્વાદ આપ્યા છે. ૨૦૨૨માં સંગઠન વિશે વાત પાર્ટી અને નેતાઓ કરશે. જે જવાબદારી વિજયભાઇને સોંપવામાં આવે એ કામરીગી કરે છે. કોઇનો મારે સફાયો કરવો નથી, મારે ભાજપને આગળ વધારવું છે. ભાજપ સંગઠનના મહામંત્રી બદલવાના મામલે વજુભાએ જણાવ્યું હતું કે સંઘ પોતાના આયોજન મુજબ કામ કરતું હોય છે. સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણિયાની જગ્યાએ રત્નાકરજીને કારભાર સોંપવામાં આવ્યો છે.
Recent Comments