fbpx
રાષ્ટ્રીય

કોઇ પણ મૃત વ્યક્તિના સ્પર્મ પર તેની પત્નીનો જ અધિકાર હોઇ શકેઃ કોલકત્તા હાઇકોર્ટ

કોલકત્તા હાઇકોર્ટએ એક અરજી પર સુનવણી કર્યા બાદ પોતાના ર્નિણયમાં કહ્યું કે કોઇપણ મૃત વ્યક્તિના સ્પર્મ પર માત્ર તેની પત્નીનો જ અધિકાર હોઇ શકે છે. હાઇકોર્ટ એ મૃત વ્યક્તિના પિતાની અરજી પર સુનવણી કરતાં કહ્યું કે મૃતકના જે સ્પર્મને દિલ્હીની સ્પર્મ બેન્કમાં સ્ટોર કર્યા છે તેના પર માત્ર તેમની વિધવા પત્નીનો જ હક છે.
માર્ચ ૨૦૨૦માં કરાયેલ અરજીમાં મૃતકના પિતા એ કહ્યું હતું કે તેમના દીકરાના સ્પર્મ દિલ્હીની સ્પર્મ બેન્કમાં સંરક્ષિત કરાયા છે. પિતાએ કહ્યું હતું કે તેમને દીકરાના સ્પર્મ બેન્કમાંથી નીકાળવા માટે અધિકાર આપવામાં આવે, કારણ કે જાે આમ ના થયું તો એગ્રીમેન્ટની એક નક્કી સમયમર્યાદા બાદ તે સ્પર્મ બેકાર થઇ જશે.
કોર્ટમાં આ અરજી પર સુનવણી દરમ્યાન જસ્ટિસ સબ્યસાચી ભટ્ટાચાર્યની બેન્ચે કહ્યું કે અરજીકર્તાની પાસે આ પ્રકારની મંજૂરી લેવાનો કોઇ મૌલિક અધિકાર નથી. કોર્ટે કહ્યું કે મૃતકના સ્પર્મ દિલ્હીની સ્પર્મ બેન્કમાં સ્ટોર કરાયા હતા અને આ અરસામાં તેનું મોત થયું છે એવામાં તેના પર પહેલો અધિકાર હવે તેની પત્નીનો છે.
આની પહેલાં ૨૦૧૯ની સાલમાં દિલ્હીના સ્પર્મ બેન્કે મૃતકના પિતાને એક પત્ર લખીને કહ્યું હતું કે જે શખ્સના સ્પર્મ તેમની પત્નીના ગર્ભાધાન માટે અહીં પર સ્ટોર કરાયા હતા તેના ઉપયોગનો ર્નિણય પણ તેમની પત્નીને જ કરવો પડશે. આ પત્રની વિરૂદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી. કહેવાય છે કે જે શખ્સે આ અપીલ કરી હતી તેમના દીકરાનું ૨૦૧૮ની સાલમાં મોત થઇ ગયું હતું.

Follow Me:

Related Posts