સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એનસીએલટી, સીસીઆઇ અને સેબી જેવી કાયદાકીય સંસ્થાઓને આગામી ચાર સપ્તાહ સુધી મર્જર ડીલને લગતા કોઇ અંતિમ આદેશ ન આપવા નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ કેસમાં અંતિમ ચુકાદો અનામત રાખ્યો છે. ફ્યૂચર રિટેલ અને ફ્યૂચર કુપન પ્રાઇવેટ લિમિટેડ એ ૧૭ ઓગસ્ટે દિલ્હી હાઇકોર્ટના આદેશની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તે તેના સિંગલ જજ દ્વારા અગાઉના આદેશને અમલમાં મૂકશે જે ઇમર્જન્સી આર્બિટ્રેટરના એવોર્ડને અનુલક્ષીને ફ્યુચર રિટેલને રિલાયન્સ સાથેના સોદામાં આગળ વધતા અટકાવશે. ઉલ્લેખનિય છે કે, માર્ચમાં દિલ્હી હાઇકોર્ટે તો ફ્યૂચર ગ્રૂપની કંપનીઓ – ફ્યૂચર રિટેલ અને ફ્યૂચર કૂપનની સંપત્તિઓ ટાંચમાં લેવાનો પણ આદેશ આપ્યો હતો.
જાે કે સુપ્રીમ કોર્ટના નવા નિર્દેશને પગલે ફ્યૂચર ગ્રૂપની સંપત્તિ જપ્ત થવા પર રોક લાગી જતા કિશોર બિયાનીને મોટી રાહત મળી છે.ફ્યૂચર રિટેલ અને રિલાયન્સ રિટેલ વચ્ચેની ડીલ મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેનાથી કિશોર બિયાનીને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ સિંગાપોરના ઇમર્જન્સી આર્બિટ્રેટર દ્વારા ફ્યુચર રિટેલ લિમિટેડને ૨૪,૭૩૧ કરોડ રૂપિયાના રિલાયન્સ રિટેલ સાથેની મર્જર ડીલને આગળ વધતા રોકતા એક આદેશના અમલ સહિત સંબંધિત તમામ કાર્યવાહી પર ચાર સપ્તાહ સુધી રોક લગાવી દીધી હતી.
Recent Comments