અમરેલી જિલ્લાની આંગડવાડી બહેનોનો આંગડવાડી સુપરવાઈઝરના પ્રમોશનનો પ્રશ્ન ઘણા સમયથી અટવાતો હતો.આ અંગે ડો ભરતભાઈ કાનાબારે બહેનો વતી પંચાયત પસંદગી મંડળના સંવેદનશીલ ચેરમેન હસમુખભાઈ પટેલને રજુઆત કરતા તેમણે ટૂંકા સમયમાં આ ફાઈલ ક્લીયર કરી આપી. નવનિયુતિ એ તુરત ઓર્ડર ઇસ્યુ કરતા લાંબા સમયના આ પ્રશ્નનો ઉકેલ આવી ગયો.આ માટે ડો કાનાબાર નો આભાર માનવા પ્રમોશન મેળવેલ બહેનો એ ડો કાનાનાર ને ત્યાં આવ્યા પોતાને પણ કોઈ મોટું પદ મળ્યું હોય તેવો આનંદ થયો.કોઈ પણ જાતની અપેક્ષા વગર કરેલ આવા કામોથી મન ને ખુબ જ આનંદ થાય છે મારે મન જાહેરજીવનની આ ખુબ જ મોટી ઉપલબ્ધી છે તેમ ડો ભરતભાઈ કાનાબારે સંતોષ વ્યક્ત કર્યો હતો
“કોઈ અપેક્ષા વગર જાહેરજીવન ની ઉપલબ્ધી” આંગડવાડી સુપરવાઈઝરના પ્રમોશનનો પ્રશ્ને ડો કાનાબાર ની દરમ્યાનગીરી થી સુખદ ઉકેલ

Recent Comments